
12મીએ કોંગ્રેસની દાંડીયાત્રા કૃષિ કાયદાનો વિરોધ કરાશે
અમદાવાદ, તા. 10 માર્ચ, 2021, બુધવાર
12મી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાંડીયાત્રા નિમિત્તે અમદાવાદના એક દિવસીય પ્રવાસે આવી રહ્યાં છ ત્યારે કોંગ્રેસે પણ આ જ દિવસે દાંડીયાત્રા યોજવા એલાન કર્યુ છે. કોંગ્રેસ આયોજિત દાંડીયાત્રામાં દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનના મુખ્ય આંદોલનકારી ખેડૂત નેતાઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે.
પ્રદેશ કોંગ્રેસ સમિતીના પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યુ હતુંકે,ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ સવિનય કાનૂન ભંગની ભૂમિ દાંડીથી અંગ્રેજોની હકુમત સામે રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડયુ હતું. આ દેશમાં આજેય એવી પરિસ્થિતી છેકે, એક બાજુ ગાંધીની વિચાર ધારા છે તો બીજી તરફ,ગોડસેની.
ખેડૂત આંદોલન મુદદે તેમણે વધુમાં જણાવ્યું કે, મુઠ્ીભર લોકોને ફાયદો કરવા માટે કૃષિ બિલનો અમલ કરાવવા મોદી સરકાર પ્રયાસ કરી રહી છે ત્યારે 100થી વધુ ખેડૂતો શહીદ થયા છે. 12મી માર્ચેે દાંડી યાત્રાનુ આયોજન કરાયુ છે જેમાં દિલ્હી ખેડૂત આંદોલનના મુખ્ય ખેડૂત આગેવાનો ય હાજરી આપશે તેવો કોંગ્રેસના નેતાઓ દાવો કર્યો છે. ખેડૂત સત્યાગ્રહમ-દાંડી યાત્રામાં 80થી વધુ ટ્રેકટરો સહિતના વાહનો જોડાશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l7PV3o
0 Response to "12મીએ કોંગ્રેસની દાંડીયાત્રા કૃષિ કાયદાનો વિરોધ કરાશે"
Post a Comment