
સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં કોરોના વેક્સિનનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો
- 45થી વધુ વયના અંદાજે 120થી વધુ લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
સુરેન્દ્રનગર, તા.૨૨
સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારી સામે રક્ષણ મેળવવા કોરોના વેક્સીનના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે ત્યારે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં વોર્ડ નં.૮માં નિઃશુલ્ક કોરોના વેક્સીન રસકરણનો કેમ્પ યોજાયો હતો જેનો મોટસંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ફરી કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું છે ત્યારે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા તંત્ર અને સરકાર દ્વારા નિઃશુલ્ક કોરોના વેક્સીન રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર પાલિકાના વોર્ડ નં.૮માં આવેલ કૃષ્ણનગર વિસ્તારમાં શ્રી કૃષ્ણેશ્વર મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કોરોના વેક્સીન અંગે રસીકરણ કેમ્પ યોજાયો હતો.
જેમાં સવારથી સાંજ સુધીમાં અંદાજે ૧૨૦થી વધુ ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોએ લાભ લીધો હતો અને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો.
આ તકે સ્થાનીક આગેવાન હિતેન્દ્રસિંહ જાડેજા, બાપાલાલ, કૃષ્ણપાલસિંહ ઝાલા સહિત સ્થાનીક સદ્દસ્યો વિશાલભાઈ જાદવ, રેખાબેન દેત્રોજા, જયાબેન સહિત ભાજપના ગજેન્દ્રભાઈ ચૌહાણ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને અન્ય લોકોને પણ કોઈપણ જાતના ડર કે અફવા વગર કોરોના વેક્સીન લેવા અનુરોધ કર્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lEeyVz
0 Response to "સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારમાં કોરોના વેક્સિનનો નિઃશુલ્ક કેમ્પ યોજાયો"
Post a Comment