
પાલિકાએ ઑનલાઇન મિલકતવેરો ભરાવવાનો પ્રારંભ કરી સફળતા મેળવી
- સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં
- નાગરિકો ઘેર બેઠા ચુકવણી કરી શકે એ માટે ગો લાઇવ એપ્લિકેશનના માધ્યમથી વેરા વસુલાત શરૂ
સુરેન્દ્રનગર, તા.૨૨
સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાની હદમાં આવતાં કરદાતાઓને વેરો ભરવામાં હાલાકી ન પડે તેમજ સરળતાથી વેરાની ભરપાઈ કરી શકે તે માટે છેલ્લા બે વર્ષથી ઓનલાઈન ગો લાઈવની કામગીરી ચાલી રહી હતી જેને પાલિકાના ચીફ ઓફીસર સહિતનાઓએ સંકલન અને માર્ગદર્શન હેઠળ ઝડપી બનાવી મિલ્કત વેરો ઓનલાઈન ભરવાની કામગીરીનો પ્રારંભ કર્યો હતો.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકાની હદમાં ધંધો અને વેપાર કરતાં અનેક વેપારીઓ છેલ્લા ઘણ વર્ષોથી પાલિકા કચેરી ખાતે હાઉસ ટેક્ષ સહિતનો વેરો ભરપાઈ કરી રહ્યાં હતાં પરંતુ આ કામગીરીમાં વેપારીઓ સહિત ધંધાર્થીઓને હાલાકીપડી રહી હતી અને વેરો ભરવા માટે સમય પણ લાગતો હતો જેને ધ્યાને લઈ પાલિકા તંર દ્વારા છેલ્લા બે વર્ષથી મિલ્કત વેરો ઓનલાઈન ભરવાની કામગીરીની પ્રક્રિયા ચાલી રહી હતી પરંતુ સુરેન્દ્રનગર અને વઢવાણ નગરપાલિકા સંયુક્ત થયા બાદ વહિવટદારનું શાસન આવ્યું હતું. ત્યારે આ મામલે તત્કાલીન પ્રમુખ વિપીનભાઈ ટોલીયાને ચીફ ઓફીસર મિલ્કત વેરો ઈ-નગર ઓનલાઈનની કામગીરી અધુરી છે તેને અગ્રીમતા આપી ઝડપથી પૂર્ણ કરવા જણાવ્યું હતું.
જેને ધ્યાને લઈ પાલિકાના ચીફ ઓફીસર સંજયભાઈ પંડયાના માર્ગદર્શન હેઠળ ઓનલાઈન ભરવાની કામગીરીમાં આવતી ક્ષતિઓ દુર કરવામાં આવી હતી અને શહેરના નાગરિકો પોતાનો વેરો ઘેરબેઠા જોઈ શકે તેમજ ઘરે બેઠા તેની ચુકવણી પણ કરી શકે તે માટે ચીફ ઓફીસરના માર્ગદર્શન હેઠળ ઈ-નગર ઓનલાઈન મિલ્કત વેરો ગો લાઈવ એપ્લીકેશન દ્વારા ઓનલાઈન કામગીરીનો પ્રારંભ કર્યો હતો. જે અંતર્ગત દરેક મિલ્કતધારક તે અંગેની જરૂરી લીંક મોબાઈલમાં ડાઉનલોડ કરી તેમાં આવતાં વિવિધ વિકલ્પો પસંદ કરી તમામ માહિતી મેળવી શકશે જે માટે .... પર લોગઈન થવાનું રહેશે ત્યારે આ ઓનલાઈન કામગીરીનો સંયુક્ત પાલિકાની હેડ ઓફીસમાં કાર્યરત જનસેવા કેન્દ્રથી પાલિકાના પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય તથા ચીફ ઓફીસર સંજયભાઈ પંડયાના વરદ્દ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ઈ-નગર મોડયુલ સીસ્ટમમાંથી બનેલ રીસીપ્ટ અને બીલ આપવામાં આવ્યું હતું.
આ તકે પાલિકાના હાઉસટેક્ષ ઈન્સ્પેકટર છત્રપાલસિંહ ઝાલા, ભરતભાઈ દવે, સુર્યદિપસિંહ, શેલેન્દ્રસિંહ, નિતાબેન, મોહિનીબેન, અતુલભાઈ સોલંકી, સમીરભાઈ મુલતાની, વિશાલભાઈ સોલંકી સહિત કોમ્પ્યુટર એન્જીનીયર ધૈર્યભાઈ, પિયુષભાઈ, પ્રણવભાઈ, મિહિરભાઈ સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
જ્યારે લાંબા સમય બાદ પાલિકા કચેરી ખાતે ઓનલાઈન મિલ્કતવેરો ભરવાની કામગીરીનો પ્રારંભ થતાં કરદાતાઓમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/317Vm97
0 Response to "પાલિકાએ ઑનલાઇન મિલકતવેરો ભરાવવાનો પ્રારંભ કરી સફળતા મેળવી"
Post a Comment