
કોંગ્રેસના કબજાવાળી અબડાસા બેઠક પર નવા-જૂની એંધાણઃ રાજકીય ગરમાવો તેજ
ભુજ,બુધવાર
તાજેતરમાં યોજાયેલી સૃથાનિક સ્વરાજયની ચૂંટણીમાં કચ્છની ૧૦ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં અબડાસા અને લખપત તાલુકા પંચાયતને કબ્જે કરવા કોંગ્રેસ સફળ રહી હતી. આમ છતા આવતીકાલે અબડાસા તાલુકા પંચાયતમાં નવા જુનીના એંધાણ વર્તાવાના છે. આજે તાલુકા પંચાયતનોના સુકાનીઓના નામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે કોંગ્રેસ દ્વારા મોટી બેર બેઠક પરાથી વિજેતા થયેલા તેજબાઈ કેરની પસંદગી કરાઈ હતી તો બીજીતરફ ભાજપ દ્વારા પણ પ્રમુખ પદ માટે બાંડીયા સીટના ચેતનાબા જાડેજા અને ઉપપ્રમુખ પદ માટે ઈબ્રાહીમ વાઘેરનું તાલુકા વિકાસ અિધકારી સમક્ષ ફોર્મ ભરાતા રાજકીય ગરમાવો આવી ગયો છે.
આજે અબડાસા તાલુકા પંચાયતના સુકાનીઓની વરણી માટે હાથ ધરાયેલ પ્રક્રિયા ખાસ બની રહી હતી. કેમ કે કોંગ્રેસના કબજાવાળી તાલુકા પંચાયતને કબ્જે કરવા ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવાઈ રહ્યુ છે. તો બીજીતરફ કોંગ્રેસ પક્ષ સતા બચાવવાના મરણીયા પ્રયાસોમાં છે.
આવતા ૨૪ કલાકમાં પ્રમુખ પદ માટેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. કોંગ્રેસ સતા ટકાવી રાખવામાં સફળ રહેશે કે પછી ભાજપ બાજી મારી જશે તેવી ચર્ચા છે. આજે કોંગ્રેસ દ્વારા તેજબાઈની જાહેરાત કરાઈ હતી જયારે ઉપપ્રમુખ પદ માટે કોઠારા બેઠકના મોકાજી હમીરજી સોઢાની પસંદગી કરાઈ હતી. બંને ઉમેદવારોએ તાલુકા પંચાયતમાં પક્ષના મેન્ડેટના આાધારે ફોર્મ ભર્યા હતા. કોંગ્રેસના સૃથાનિક આગેવાનો પોતાના પક્ષના સભ્યોના સતત સંપર્કમાં છે તો બીજીતરફ ભાજપ દ્વારા શામ, દામ અને દંડની નિતી અપનાવાઈ રહી છે. આવતીકાલે બપોરે સામાન્ય સભા યોજાશે જેમાં વિશ્વાસ મતના આાધારે સતાવાર વરણી કરાશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rZfWo6
0 Response to "કોંગ્રેસના કબજાવાળી અબડાસા બેઠક પર નવા-જૂની એંધાણઃ રાજકીય ગરમાવો તેજ"
Post a Comment