
ધ્રાંગધ્રામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોનું અભિવાદન યોજાયું
ધ્રાંગધ્રા : સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જીલ્લાઓમાં પણ જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચુંટણી યોજાઈ હતી જેમાં ધ્રાંગધ્રા તાલુકામાં આવતી તાલુકા પંચાયતની તથા જીલ્લા પંચાયતની અને નગરપાલિકાની બેઠકો ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થતાં ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજની વાડી ખાતે સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીના ઈન્ચાર્જ અને ૫૦ મુદ્દા અમલીકરણ સમીતીના અધ્યક્ષ આઈ.કે.જાડેજાની ઉપસ્થિતિમાં તમામ વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો.
સુરેન્દ્રનગર જીલ્લામાં યોજાયેલ જીલ્લા પંચાયત, ૧૦-તાલુકા પંચાયત અને ૫-નગરપાલિકાઓની ચુંટણીઓમાં ભાજપનો ભગવો લહેરાયો હતો અને મોટાભાગે તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોની જીત થઈ હતી જ્યારે કોંગ્રેસ સહિત અન્ય પક્ષોએ હારનો સામનો કરવા પડયો હતો ત્યારે ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની ૨૦ બેઠકોમાંથી ૧૮ ઉપર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. આ ઉપરાંત જીલ્લા પંચાયત અને નગરપાલિકાની ચુંટણીમાં પણ ભાજપના ઉમેદવારોએ જીત મેળવી હતી ત્યારે ધ્રાંગધ્રા ખાતે બ્રહ્મ સમાજની વાડીમાં તમામ ભાજપના વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેમાં ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઈ.કે.જાડેજા, ધ્રાંગધ્રા-હળવદ વિધાનસભાના ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા સહિત ગ્રામ્ય પ્રમુખ, મહામંત્રી, ગ્રામ્ય સંગઠન, ચુંટણી ઈન્ચાર્જ, મોરચાના પ્રમુખ, મંત્રીઓ, હોદ્દેદારો, યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, સંગઠનના હોદ્દેદારો, આઈ.ટી.સેલના કન્વીનર, સહકન્વીનર સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3elGega
0 Response to "ધ્રાંગધ્રામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોનું અભિવાદન યોજાયું"
Post a Comment