નર્મદા કેનાલમાં ડૂબેલા સગાભાઈઓ પૈકી બીજા ભાઈનો મૃતદેહ પણ મળ્યો

નર્મદા કેનાલમાં ડૂબેલા સગાભાઈઓ પૈકી બીજા ભાઈનો મૃતદેહ પણ મળ્યો


ધ્રાંગધ્રા : સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી મુખ્ય અને માઈનોર કેનાલમાં અવાર-નવાર અકસ્માતે ડુબી જવાથી લોકોના મોતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ત્રણ દિવસ પહેલા ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે સગા પરપ્રાંતીય ભાઈઓ અને કામદારો ડુબ્યા હતાં જે પૈકી એક કામદારની લાશને પાલિકાની ફાયર ફાયટર ટીમ દ્વારા તેજ દિવસે ગણતરીના કલાકોમાં બહાર કાઢી હતી જ્યારે અન્ય કામદારની શોધખોળ હાથધરવામાં આવી હતી અને ત્રણ દિવસની ભારે જહેમત બાદ પાલિકાના તરવૈયાઓએ સાયફનમાં ફસાયેલ અન્ય કામદારની લાશને પણ ભારે જહેમત બાદ બહાર કાઢી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મજુબ ત્રણ દિવસ પહેલા ધ્રાંગધ્રા તાલુકાના નવગલગઢ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં બે પરપ્રાંતીય કામદરો અને સગાભાઈઓ કેનાલ પાસે બેસીને મોબાઈલમાં સેલ્ફી કોઈ રહ્યાં હતાં તે દરમ્યાન પગ લપસતાં બંન્ને સગાભાઈઓ કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જે અંગેની જાણ આસપાસના લોકોને થતાં કેનાલ પર ઉમટી પડયાં હતાં અને આ અંગે પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતાં ઘટના સ્થળે આવી પહોંચી હતી અને સુરેન્દ્રનગર પાલિકાની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ડુબેલ બે કમદારો પૈકી કામદાર વિક્રમ સજ્જનરામ મેગવાન ઉ.વ.૨૩ની લાશને બહારકાઢી પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. જ્યારે અન્ય યુવકની શોધખોળ હાથધરવામાં આવી હતીપરંતુ કોઈ જ પત્તો લાગ્યો નહોતો અને શોધખોળ શરૂ રાખવામાં આવી હતી ત્રીજે દિવસે નવલગઢ ગામની કેનાલ પાસે સાયફનમાં પરપ્રાંતીય કામદારની લશને પણ બહાર કાઢી પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથધરી હતી. આમ બે સગાભાઈઓના કેનાલમાં ડુબી જવાથી મોત નીપજ્તાં પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kQwETS

0 Response to "નર્મદા કેનાલમાં ડૂબેલા સગાભાઈઓ પૈકી બીજા ભાઈનો મૃતદેહ પણ મળ્યો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel