
લીંબડી-શિયાણી રોડ પર કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ
લીંબડી : સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર અવાર-નવાર કાર સળગી ઉઠવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે લીંબડી-શીયાણી રોડ પર અચાનક કારમાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.
સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર કારમાં આગ લાગવાના બનાવો વધી રહ્યાં છે ત્યારે લીંબડીથી શીયાણી તરફ જઈ રહેલ કારમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી. જો કે સદ્દનસીબે કોઈ જાનહાનીનો બનાવ બન્યો નહોતો પરંતુ આગને કારણે કારને મોટાપાયે નુકશાન પહોંચ્યું હતું જ્યારે આ અંગેની જાણ થતાં લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઉમટી પડયાં હતાં અને પાલિકાની ફાયર ફાયટર ટીમને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતાં. જ્યારે પ્રાથમિક તપાસમાં શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું.
જ્યારે જે જગ્યાએ આગ લાગી તેની આસપાસ રહેણાંક વિસ્તારએવાં ફિદાઈબાગ સોસાયટી આવેલ હોય સ્થાનીક રહિશોમાં પણ અફડા-તફડી જોવા મળી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OaTGZF
0 Response to "લીંબડી-શિયાણી રોડ પર કારમાં આગ લાગતા દોડધામ મચી ગઈ"
Post a Comment