
ટીવી સિરિયલના આક્રમણ વચ્ચે નાટય કલાકારને ટકવું મુશ્કેલ
ભુજ, ગુરૃવાર
૨૭મી માર્ચના વિશ્વ રંગભૂમિ દિન તરીકે ઉજવણી થાય છે. પ્રાથમ વખત ૧૯૬૨ની ૨૭ માર્ચના ઉજવણી થઈ હતી. એક સમય હતો જ્યારે મનોરંજન માટેના કોઈ સાધનો ન હતા ત્યારે ભવાઈ, બહુરૃપિ, શેરી નાટક, મદારીના જાદુગરના ખેલ જેવા ખેલ નાટક નિહાળી લોકો મનોરંજન મેળવતા અને અવા કરતબ બતાવતા કલાકારોને રોજીરોટી મળી રહેતી. ધીમે-ધીમે સમય પરિવર્તન આવતા મોબાઈલ ટીવી જેવા સાધનોના આગમનાથી પારંપારીક ખેલોનો મહત્વ ઘટવા લાગ્યો જેાથી આ કળા હાલ લુપ્ત થઈ રહી છે. જેને સરકાર દ્વારા પ્રોત્સાહન મળે તો પોતાની કળા બચાવવા ઝઝુમતા કલાકારોને થોડી ઘણી રાહત થાય એમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં નવરાત્રી નાટકો ભજવાતા પરંતુ આજની નવી પેઢી પાસે એટલો સમય નાથી જેાથી આ મહામુલી વિરાસત વિસરાઈ રહી છે. નાટકમાં કલાકારો પાત્રને જીવંત કરી સામાજિક સંદેશો આપતા.
નખત્રાણા તાલુકાના નેત્રા, રસલિયા, ખોંભડી મોટી, કાદિયા, અમારા, ઉગેડી જેવા ગામોમાં નાટકો માટે પાકા સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. જે હાલ ધુળ ખાતી હાલતમાં સુમસામ પડયા છે. જોકે લખપત, અબડાસા તાલુકાના અમુક ગામોમાં હજુ નાટક ભજવવાની પરંપરા ટકાવવા કલાકારો માથામણ કરી રહ્યા છે. કચ્છના ગામોમાં હાલમાં રંગમંચ નિષ્પ્રાણ અવસૃથામાં છે. ગણ્યા ગાંઠયા ગામડાઓમાં જુના કલાકારો જુના સંસ્મરણો યાદ કરતા જણાવ્યા પ્રમાણે દરેક નાટક પાછળ સામાજિક સંદેશ વહેતો કરવા સાથે સ્વખર્ચે તમામ ખપ પુરતી થતી હોવા છતાં ભાઈચારાનું વાતાવરણ થતું તાથા ગ્રામીણ સંસ્કૃતિ થકી ભારતીય સંસ્કૃતિને ટકાવવાના પ્રયાસો કરવામાં આવે છે. અતૈહાસિક, ધાર્મિક નાટકો, મંજલ, કલ્યાણપર, દેશલપર, અંગીયા, વિાથોણ, ખોંભડી, અમારા, ઐયર, વિગોડી, વિરાણી, ધાવડા, કાદિયા, નેત્રા સહિતના ગામોમાં આજે પણ આ સંસ્કૃતિ સચવાયેલી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3svP67d
0 Response to "ટીવી સિરિયલના આક્રમણ વચ્ચે નાટય કલાકારને ટકવું મુશ્કેલ"
Post a Comment