સરકાર મધ ઉતારતા યુવાનોને વૈજ્ઞાનિક તાલીમ આપે એ જરૃરી

સરકાર મધ ઉતારતા યુવાનોને વૈજ્ઞાનિક તાલીમ આપે એ જરૃરી

ભુજ, ગુરૃવાર

કચ્છના સરહદી વિસ્તારમાં વન વિસ્તાર ઓછો હોવા છતાં આ વિસ્તાર માધ ઉત્પાદનમાં વર્ષો સુાધી રાજ્યમાં પ્રાથમ ક્રમાંકે હતો. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી અમુક કારણોથી આ ઉત્પાદન મંદ પડયું છે. જિલ્લામાં વનતંત્ર દ્વારા ડિસેમ્બરના અંતાથી એપ્રિલ સુાધી માધની ઉત્પાદન પ્રક્રિયા શરૃ થતું હોય છે. મુખ્યત્વે ફેબુ્રઆરી, માર્ચ અને એપ્રિલના પ્રાથમ સપ્તાહ દરમિયાન માધ ઉતારવાની સીઝન હોય છે. કચ્છનું માધ રાજ્ય સહિત દેશભરમાં મોકલવામાં આવે છે. તો મોટી કંપનીઓ પણ માધ ખરીદવા કચ્છમાં રીતસર ધામા નાખતી હોય છે. માધનું ઉત્પાદન ફોરેસ્ટ વિભાગ ઉપરાંત ખેડૂતો પણ કરતા હોય છે. તેઓ બી-બોક્સ થકી માધનું ઉત્પાદન કરે છે. તો અમુક કિસાનો આધુનિક પધિૃધતીથી માધનું ઉત્પાદન કરે છે. 

કચ્છમાં માંડવી, ભુજ, અંજાર અને નખત્રાણામાં મુખ્યત્વે માધનું ઉત્પાદન કરે છે. જોકે માધના ઉત્પાદન માટે તાલીમની ખુબ જ આવશ્યકતા હોય છે. બી-બોક્ષ થકી ઈટાલીયન માધમાખીઓ મદ્ય બનાવતી હોય છે અને તેનું પાલન પોષણ કરવું જરૃરી બને છે. બી બોક્ષમાં માધમાખીઓનું સૃથળાંતર પણ કરવું પડતું હોય છે. દેશી પધૃધતિાથી માધ ઉતારતા કોલી અને પારાિધ જ્ઞાતિના લોકોના કહેવા મુજબ સમગ્ર માધ ગાંડા બાવળ, મીઠી ઝાર, કરડ સહિતના સૃથાનોથી બીડીના ધુમાડાથી ઉતારવામાં આવે છે. એક માધપુડાથી ૧૫ થી ૨૦ મિનિટમાં માધ ઉતારી લેતા હોય છે. સરકાર માધ ઉતારતા યુવાનોને વૈજ્ઞાનિક તાલીમ આપે તે સમયની જરૃરીયાત છે. સાથો-સાથ માધના ભાવો પણ વધુ આપે એ આવશ્યક છે. 

વધુ વિગતો મુજબ કચ્છમાં પાવરપટ્ટી, ઝુરા, નિરોણા, લોરીયા, બિબ્બર, બન્ની સહિતના વિસ્તારોમાં માધનું ઉત્પાદન થાય છે. કચ્છ જળ સંચય અભિયાનના કન્વીનર કિશોરભાઈ ચંદનના જણાવ્યા પ્રમાણે ગતવર્ષ સારા વરસાદના પગલે માધમીણનું ઉત્પાદન વધ્યું છે. હાલમાં નિગમની માધની ખરીદી બંધ હોતા માધ ઉત્પાદકોની રોજગારી છિનવાઈ જતા માધ ઉતારવાના વ્યવસાય સાથે સંકડાયેલા હાલાકી ભોગવી રહ્યા છે. માધના ખુલતા ભાવ રૃા. ૧૪૦ હતા અને હાલે અવરગંડીના ભાવ ૮૦ હતા જે હાલમાં ૧૨૦ છે. ભાવની બાબતમાં સરકારી અિધકારીઓ અંગત રસ લઈ સરકારમાં દરખાસ્ત મોકલે તેવું જણાવાયું છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vXG5Gh

0 Response to "સરકાર મધ ઉતારતા યુવાનોને વૈજ્ઞાનિક તાલીમ આપે એ જરૃરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel