હળવદથી કવાડિયા પાટીયા પાસે બેકાબુ કારની ટક્કરથી બાઈકચાલકનું મોત

હળવદથી કવાડિયા પાટીયા પાસે બેકાબુ કારની ટક્કરથી બાઈકચાલકનું મોત


હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટિયા પાસે અમદાવાદ તરફથી આવતી કારના ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈકચાલકને ગંભીર ઈજા થતાં સારવાર મળે તે પહેલાં મોત નીપજ્યું હતું.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના વડીયા ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં શક્તિનગર ના રહેવાસી સહદેવભાઈ અઘારા પોતાનું મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે અમદાવાદ તરફથી પુરપાટ એ આવતી કિયા મોટર કારના ચાલકે પુરઝડપે આવી બાઈક ચાલકને અડફેટે લેતા બાઈક ચાલક સહદેવ અંધારાને  માથાના ભાગે ગંભીર ઇજા થતા સૌ પ્રથમ ધાંગધ્રા હોસ્પિટલ અને વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. 

પરંતું  સારવાર મળે તે પહેલા યુવાનનું મોત થયું હતું. ત્યારે હળવદ પોલીસ દ્વારા કાર ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31bWdFP

0 Response to "હળવદથી કવાડિયા પાટીયા પાસે બેકાબુ કારની ટક્કરથી બાઈકચાલકનું મોત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel