કચ્છ જિલ્લામાં 86,840 થી વધુ લોકોને કોવીશીલ્ડ રસી અપાઈ

કચ્છ જિલ્લામાં 86,840 થી વધુ લોકોને કોવીશીલ્ડ રસી અપાઈ


- 45 વર્ષથી વધુ વયના અને વિવિધ બિમારી ધરાવતા 21,500 થી વધુ લોકોનું રસીકરણ

ભુજ

કચ્છ જિલ્લામાં નાગરિકોને કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લાના ૮૬,૮૪૦ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર કોવીડ-૧૯ રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

કચ્છ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક જણાવ્યા અનુસાર ગઇકાલ સુધી જિલ્લામાં ૪૫ થી ૫૯ વર્ષ વય જૂથના આશરે ૨૧,૫૧૫ કોમોરબીડ નાગરિકો તેમજ ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા ૬૫,૩૨૫  નાગરિકો મળીને કુલ ૮૬,૮૪૦ લોકોને રસી આપી કોરોના મહામારી સામે રક્ષિત કરાયા છે. 

જિલ્લામાં કરાયેલી રસીકરણની કામગીરી જોઇએ તો અબડાસા તાલુકામાં ૩૧૫૨, અંજાર તાલુકામાં ૯૪૮૪, ભુજ તાલુકામાં ૨૬૯૨૯, ભચાઉ તાલુકામાં ૭૦૭૦, ગાંધીધામ તાલુકામાં ૧૦૦૬૬, લખપત તાલુકામાં ૧૪૨૩, માંડવી તાલુકામાં ૧૦૧૭૦, મુંદ્રા તાલુકામાં ૪૪૯૭, નખત્રાણા તાલુકામાં ૭૯૭૬, રાપર તાલુકામાં ૬૦૬૪ મળી કુલ ૮૬,૮૪૦ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકવામાં આવી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Ppo5U9

0 Response to "કચ્છ જિલ્લામાં 86,840 થી વધુ લોકોને કોવીશીલ્ડ રસી અપાઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel