
સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણની સંયુક્ત પાલિકાનું ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ થયું
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યન ચુંટણીમાં ભાજપની જીત બાદ પ્રમુખ, ઉપ-પ્રમુખની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી ત્યારે પાલિકામાં ભાજપની જીત બાદ સૌપ્રથમ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી જેમાં પાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું તથા વર્ષ ૨૦૨૧-૨૨નું અંદાજ પત્ર રજુ કરવામાં આવ્યું હતું.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્ત પાલિકાની ચુંટણીમાં ૫૨ બેઠકો પૈકી ૪૯ બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને ફરી ભાજપનો ભગવો લહેરાયો હતો ત્યારે ભાજપની જીત બાદ પ્રમુખ, ઉપ-પ્રમુખની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી હતી. ત્યારે સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં જીત બાદ સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના હોલ ખાતે સૌપ્રથમ વખત બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી જેમાં પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય તથા ઉપ-પ્રમુખ ઝંખનાબેન ચાંપાનેરી અને ચીફ ઓફીસર સંજયભાઈ પંડયાની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૦-૨૧ તથા વર્ષ ૨૦૨૧-૨૨નું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું જેમાં પુરાંતવાળું રૂા.૨૭૦ કરોડથી વધુ વિકાસલક્ષી બજેટ કરવામાં આવ્યું હતું. જેને ઉપસ્થિત તમામ સદ્દસ્ય બહાલી આપી હતી જ્યારે રજુ કરાયેલ અંદાજ પત્રમાં પાણીના નિકાલ માટેની ગટરો, પાણી પુરવઠો, રસ્તા અને ગટરના કાર્યો તથા જાહેર સુખાકારી અને શહેરના સર્વાંગી વિકાસના કામો હાથધરવામાં આવશે.
આ ઉપરાંત નગરપાલિકાની જુની પાણીની ટાંકીએ ફિલ્ટર પ્લાન્ટ, સંપ, ૮૦ ફુટ રોડ પર નવી પાણીની ટાંકીએ સંપ, દુધરેજ પાણીની ટાંકીએ ફિલ્ટર પ્લાન્ટ તેમજ બાકી રહેલ વિસ્તારોમાં નળ કનેકશન, રતનપર ઓજી વિસ્તારમાં ભુગર્ભ ગટરની કામગીરી, વરસાદી પાણીના નિકાલની કામગીરી, વઢવાણ વિસ્તારમાં નવી પાઈપલાઈન, ફિલ્ટર પ્લાન્ટ સંપ, લખતર સર્કલથી વડનગર ડેમ સુધી ફલાય ઓવરબ્રીજ, નવા સર્કીટ હાઉસથી કોઝવે બાજુ જોરાવરનગર વાંકલા નાળા સુધી રીવરફ્રન્ટ, નવા જંકશનથી રામનગર તરફ જતાં રેલ્વે નીચે નાળું, સ્વચ્છતા, વઢવાણના ઐતિહાસીક સ્થળોની સાફ સફાઈ, જાળવણી, સીસી રોડ, ગરીબ અને જરૂરીયાત મંદ લોકો માટે શૌચાલય, સહિતના વિવિધ વિકાસના કામો હાથધરવામાં આવશે.
આમ સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકાના નવા રજુ કરેલ અંદાજ પત્રથી શહેરીજનો સહિત પાલિકાના સદ્દસ્યોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી આ તકે પાલિકાના તમામ સદસ્યો સહિતનાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sC2tTj
0 Response to "સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણની સંયુક્ત પાલિકાનું ૨૦૨૧-૨૨નું બજેટ રજૂ થયું"
Post a Comment