
વિરમગામ ડેપોમાંથી રામપુરા ભંકોડાની બસ ન મૂકાતા મુસાફરોનો હોબાળો
અમદાવાદ : અમદાવાદ જિલ્લાનું વડુમથક ગણાતું વિરમગામ શહેરમાં મધ્યસ્થ બસ સ્ટેન્ડ મથકમાં દરરોજ અનેક બસોના રૂટ વિવિધ જગ્યાએ રવાના કરવામાં આવે છે. પરંતુ વિરમગામ બસ સ્ટેન્ડના તંત્ર અધિકારીઓની બેદરકારીને કારણે સ્થાનિક મુસાફરોમાં રોષ ભભૂકી ઊઠયો છે.
પંથકના મુસાફરો દ્વારા આજરોજ બસ સ્ટેશનમાં બસ ન મૂકાતા મુસાફરો દ્વારા સંતોની હાજરીમાં હોબાળો મચાવ્યો હતો જેનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. એવામાં હાલ ઉનાળાની ગરમીની સીઝન જાલી રહી હોય એવામાં સ્થાનિક મુસાફરોને ખરા તડકે બસની રાહ જોઇને ઊભા રહેવું પડે છે એવામાં દરરોજની મહત્વની રામપુરા પંથકની બે બસો મૂકવામાં આવતી હોય છે જે બસો આજરોજ ના મૂકાતા સ્થાનિક મુસાફરોએ તંત્રની ઓફિસમાં જઇને હોબાળો મચાવ્યો હતો.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QSyvwx
0 Response to "વિરમગામ ડેપોમાંથી રામપુરા ભંકોડાની બસ ન મૂકાતા મુસાફરોનો હોબાળો"
Post a Comment