સાયલા તાલુકાના નવા જશાપર ગામમાં લાખોની મતાની ચોરી થઈ

સાયલા તાલુકાના નવા જશાપર ગામમાં લાખોની મતાની ચોરી થઈ


સાયલા : સુરેન્દ્રનગર જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં દુકાનો તેમજ ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે સાયલા તાલુકાના નવા જશાપર ગામે રહેણાંક મકાનમાં તસ્કરો દ્વારા તાળા તોડી સોના-ચાંદીના દાગીના સહિત લાખોના મુદ્દામાલની ચોરીનો બનાવ બન્યો હતો જે અંગે ભોગ બનનાર મકાન માલીકે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

સાયલા તલુકાના નવા જશાપર ગામે રહેતાં ફરિયાદી શિવરાજભાઈ સાર્દુલભાઈ ખાચર પરિવાર સાથે શુભપ્રસંગે સેજકપર ગામે ગયા હતાં તે દરમ્યાન તેઓના બંધ રહેણાંક મકાનનું તાળુ તોડી અજાણ્યા શખ્સો દ્વારા મકાનની તીજોરીમાં રાખેલ સોનાનો ચાંદલો, સોનાની નથ, સોનાના પાટલા સહિત ચાંદીના દાગીના મળી કુલ રૂા.૯૩,૦૦૦ના મુદ્દામાલની ચોરી કરી નાસી છુટયાં હતાં. 

જે અંગે જાણ થતાં ભોગ બનનાર મકાન માલીકે સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.




from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rAu9qr

0 Response to "સાયલા તાલુકાના નવા જશાપર ગામમાં લાખોની મતાની ચોરી થઈ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel