
મિશન ખાખી : કચ્છની દીકરીઓને પોલીસ બનવા માટે તૈયાર કરાશે
ભુજ, બુધવાર
આંખોમાં જુસ્સોને હૈયામાં હામ હોય અને હોય ખાખીનો પોશાક તો કોઇ પણ મહિલા એક આગવી પ્રતિભાથી દીપી ઉઠતી હોય છે. ખાખી પહેરીને દેશ અને સમાજ સેવા કરવા ઈચ્છતી કચ્છની દરેક દિકરીઓ માટે જિલ્લા મહિલા અને બાળ અિધકારીની કચેરી અને પશ્ચિમ કચ્છ પોલીસ પીઠબળ બનશે. ગુજરાત પોલીસ દળમાં ભરતીની તૈયારી કરનાર કચ્છની દિકરીઓને પોલીસ બેડા માટે તૈયાર કરશે મિશન ખાખી !! જિલ્લા મહિલા અને બાળ અિધકારીની કચેરી દ્વારા એક નવતર અભિગમાથી પશ્ચિમ કચ્છ પોલીસના સહયોગાથી મિશન ખાખી તૈયાર કરશે ભવિષ્યની મહિલા પોલીસ વીંગને. !!
ગુજરાત પોલીસદળમાં ભરતીની તૈયારી કરનાર મહિલાઓને જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરીનું પીઠબળ
ગુજરાત પોલીસ દળ દ્વારા પોલીસ સબ ઈન્સપેકટર, ઈંટેલીજન્સ ઓફિસર, મદદનીશ સબ ઇન્સ્પેક્ટરની (હિાથયારી-બિન હિાથયારી) જાહેરાત હાલમાં પ્રસિદ્ધ થયેલ છે. ઉક્ત જાહેરાતમાં ૪૩૧ જેટલી મહિલાઓની જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ જાહેરાત અન્વયે તૈયારી કરતી કચ્છ જિલ્લાની દીકરીઓ માટે બેટી બચાઓ બેટી પઢાઓ અન્વયે માન. પોલીસ અિધક્ષક- સૌરભસિંઘ, પશ્ચિમ-કચ્છની અધ્યક્ષતાએ Mission Khakhee કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. સ્નાતક થયેલ દીકરીઓને શારીરિક કસોટી તેમજ લેખિત કસોટી આૃર્થે સચોટ માર્ગદર્શન પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ તરફાથી આપવામાં આવશે.
બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાનએ સમાજમાં પ્રસરતા મહિલાઓ પ્રત્યેના ભેદભાવોને દુર કરવા આૃર્થેનો એક જાગૃતીકરણનો અભિયાન છે. મહિલાઓ / દીકરીઓ પગભર થાય તેમજ દરેક ક્ષેત્રમાં નામના મેળવે અને દેશના વિકાસમાં તેમનો સમાંતર યોગદાન મળી રહે તે આૃર્થે સરકાર દ્વારા પણ તેમને વિવિાધ તકો પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે મિશન ખાખી કાર્યક્રમ Covid-૧૯ ની પરિસિૃથતિને અનુલક્ષીને આયોજન કરવામાં આવશે અને વહેલા તે પહેલાના ધોરણે પ્રાથમ-૫૦ અરજદાર દીકરીઓને કાર્યક્રમમાં બોલાવવામાં આવશે તાથા અન્ય લોકો Mahila Shakti Kendra Kutch ના ફેશબુક એકાઉન્ટના માધ્યમાથી જોડાઈ શકશે. જે માટે તમામ અરજી કરનારને તે અંગેની લિંક “whatsapp” માં શેર કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઈચ્છુક દીકરીઓએ http://bit.ly/missionkhakhee લિંક પરાથી ગુગલ ફોર્મ ભરી તેમની અરજી કરવાની રહેશે. આ અંગે વાધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અિધકારીની કચેરી રૃમ નં. ૨૦૭-૨૦૯, પ્રાથમ માળ, સેવા સદન, લેઉવા પટેલ હોસ્પીટલની બાજુમાં મુન્દ્રા રોડ, ભુજ પર રૃબરૃ ટેલીફોનીકયક માધ્યમાથી કચેરી સમય દરમ્યાન માહિતી મેળવી શકાશે એમ જિલ્લા મહિલા અને બાળ અિધકારી અવનીબેન દવે દ્વારા જણાવાયું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rjPSmy
0 Response to "મિશન ખાખી : કચ્છની દીકરીઓને પોલીસ બનવા માટે તૈયાર કરાશે"
Post a Comment