
મુન્દ્રામાં પિતાએ જ પુત્રની હત્યા કર્યાનું પીએમ રિપોર્ટમાં ખુલ્યું
ભુજ, બુાધવાર
મુન્દ્રામાં પિતાએ જ ૯ વર્ષીય પુત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે,આાથક સંકડામણ વચ્ચે ૯ વર્ષીય દિવ્યાંગ પુત્રની સારવારનો ખર્ચ પિતા કાઢી શક્યો ન હતો જેાથી નાછૂટકે ગળું દબાવી તેની હત્યા કરી દેવાઈ છે પોલીસે આરોપી પિતાની ધરપકડ પણ કરી છે.
આ કેસની જો વાત કરીએ તો મુંદરામાં નવ વર્ષના વિકલાંગ પુત્રની સગા બાપે હત્યા કરી છે મુંદરાના જલારામનગરમાં રહેતાં મૂળ નેપાળના વતની અને અહીં લાંબા સમયાથી સૃથાયી થયેલાં હરીશ કામીના નવ વર્ષના પુત્ર દિનેશનું સોમવારે બપોરે અગમ્ય કારણોસર મૃત્યુ નીપજ્યું હતું.પુત્રના મોત બાદ હરીશે મુંદરામાં રહેતાં અન્ય પરિવારજનોને જાણ કરી હતી. મુંદરા રહેતાં અને સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતાં હરીશના ૫૫ વષય કાકા નયનસિંગ લક્ષ્મણસિંગ કામી પણ તાબડતોબ ભત્રીજાના ઘરે દોડી આવ્યાં હતા. સહુ દિનેશનું કુદરતી મોત નીપજ્યું હોવાનું માની સાંજે ચાર વાગ્યે આટોરીક્ષામાં તેની લાશને નાના કપાયા નજીક તળાવ કાંઠે લઈ ગયાં હતા. જ્યાં ખાડો ખોદી દિનેશને દફનાવી દેવાયો હતો.સૌ સ્વજનો દિનેશનું મોત કુદરતી બીમારીથી થયું હોવાનું માની રહ્યાં હતા. પરંતુ, મોડી સાંજે દિનેશની છ વર્ષની બહેને કાકા નયનસિંગ આગળ ઘટસ્ફોટ કર્યો હતો કે મારા પપ્પાએ ભાઈને મારી નાખ્યો છે. નાનકડી બાળાએ કરેલાં ઘટસ્ફોટાથી સહુ કોઈ હચમચી ઉઠયાં હતા. સ્વજનોએ હરીશને તેના દીકરાનું મોત કેવી રીતે નીપજ્યું તે અંગે અણિયાળા સવાલો પૂછવા માંડતા તે ગોળ-ગોળ જવાબો આપવા માંડયો હતો. જેાથી તેના પર સૌનો શક દ્રઢ થયો હતો. છેવટે કાકા નયનસિંગે અન્ય સગા-સંબંધીઓ સાથે મુંદરા પોલીસ માથકે આવી બનાવ અંગે જાણ કરતાં પોલીસે ઘટનાની જાણવાજોગ તરીકે નોંધ પાડી તપાસ હાથ ધરી હતી.જેમાં સરકારી પંચોની હાજરીમાં લાશ કઢાઈ હતી જેને પીએમ રીપોર્ટ માટે જામનગર મોકલવામાં આવી હતી જેના રિપોર્ટ પરાથી તારણ આવ્યું કે પિતાએ જ પુત્રની હત્યા કરી છે આાથક સંકડામણના કારણે આ ઘટના બની હોવાનું ભુજ ડીવાયએસપી જે.એન.પંચાલે જણાવ્યું હતું
જોકે આ કેસમાં કિસ્સાની બીજી બાજુ જોઈએ તો કોઈ બાપ પોતાના છોકરાને મારી ન નાખે પરંતુ હાલની પરિસિૃથતિમાં ખર્ચા વાધી ગયા છે અને આવક ઘટી ગઈ છે જેના કારણે આાથક સંકડામણનો સામનો કરતા નેપાળી પિતાએ પોતાના પુત્રને મારી નાખવાની નોબત આવી હતી આ કિસ્સો પાણીની જેમ પૈસા વાપરતા પરિવારો માટે આંખ ઉઘાડનારો છે કારણકે પૈસા ન હોવાના કારણે એક બાપે પોતાના છોકરાનું મર્ડર કરી જિંદગીમાંથી અલવિદા કહી દીધી છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Po9usf
0 Response to "મુન્દ્રામાં પિતાએ જ પુત્રની હત્યા કર્યાનું પીએમ રિપોર્ટમાં ખુલ્યું"
Post a Comment