અંજારમાં યુવતીનું અપહરણ કરી દસ કરોડની ખંડણી : ચાર ઝડપાયા

અંજારમાં યુવતીનું અપહરણ કરી દસ કરોડની ખંડણી : ચાર ઝડપાયા

ગાંધીધામ, તા. ર૪

અંજારાથી યુવતીનું અપહરણ કરી, યુવતીના પિતા પાસેાથી ૧૦ કરોડની ખંડણી માગવાના ચકચારી ગુનામાં પોલીસે આખરે સૃથાનિકના જ આરોપીઓને સર્વેલન્સના આાધારે દબોચી લેતાં ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. અલબત, પોલીસ દ્વારા હજુ સુાધી આરોપીઓની સત્તાવાર અટક દર્શાવાઈ નાથી પણ કોરોના ટેસ્ટ બાદ જ અટક જાહેર કરાશે.

પોલીસ સુત્રોની માહિતી અનુસાર, અંજાર ખાતેાથી ગત તા. ૧પ/૧ ના રોજ સાંજના ભાગે એક ર૦ વર્ષીય યુવતીને ઉઠાવી જવામાં આવી હતી. બાદમાં મોડેાથી યુવતીના પિતાને અજાણ્યા નંબરાથી ફોન આવ્યો હતો અને યુવતી પરત જોઈતી હોય તો રુ. ૧૦ કરોડ માગવામાં આવ્યા હતા જો નાણાં ન મળે તો યુવતીને મારી નાખવામાં આવશે એવી ધમકી પણ આપવામાં આવી હતી. બનાવ સબંધે યુવતીના પિતાએ અંજાર પોલીસમાં મોડી રાત્રે ફરિયાદ નોંધાવતાં, પોલીસ દોડાધામમાં મુકાઈ હતી. ઉચ્ચાિધકારીઓ સાથે વાતચીત બાદ પોલીસે આસપાસના જિલ્લાઓમાં પણ બનાવની જાણ કરી હતી. દરમ્યાન યુવતીને અપહરણકારો ભુજના હીલ ગાર્ડન પાસે છોડીને નાસી ગયા હતા. આ પછી યુવતી હેમખેમ ઘરે આવી ગઈ હતી. દરમ્યાન, પોલીસે તપાસ જારી રાખી સૃથાનિકના જ ચાર શખ્સો હિતેશ ઉર્ફે રાજ જયંતીલાલ કાતરીયા (સોરઠીયા), રવજી ઉર્ફેુ રવી ખીમજી હડિયા (સોરઠીયા), વિકાસ દયારામ કાતરીયા (સોરઠીયા) અને હસમુખ બાબુભાઈ માળીંને રાઉન્ડ અપ કર્યા હતા જ્યારે ઉપેન્દ્ર વિશ્વકર્મા હજુ હાથ લાગ્યો નહોતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QDeytu

0 Response to "અંજારમાં યુવતીનું અપહરણ કરી દસ કરોડની ખંડણી : ચાર ઝડપાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel