
સમગ્ર દેશ સાથે જિલ્લામાં રંગોના પર્વ ધૂળેટીની ધામધૂમથી ઉજવણી થઈ
સુરેન્દ્રનગર : સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ ઠેરઠેર કોરોના મહામારી વચ્ચે હોળી અને ઘૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દર વર્ષે કરવામાં આવતી જાહેર ઉજવણી અને કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો જેને ધ્યાને લઈ ઝાલાવાડવાસીઓએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી ઉજવણી કરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર દેશ સાથે ઝાલાવાડમાં પણ હોળી, ઘુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં નાના ભુલકાઓથી લઈ મોટેરાઓ અને યુવાનોએ એકબીજા પર રંગ લગાડી ઘૂળેટીની ઉજવણી કરી હતી જ્યારે જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોએ મન મુકીને કોરોનાની ગાઈડ લાઈન સાથે ધૂળેટીની ઉજવણી કરી હતી. જ્યારે પાટડી ખાતે વર્ષો જુની પરંપરા મુજબ અનેક જગ્યાએ હોલીકા દહનના કાર્યક્રમો યોજાયા હતાં કેટલીક જગ્યાએ હોળી માટે લાકડા ગોઠવી તેમા કપડાની રંગબેરંગી ધજાઓ તથા પતંગોથી શણગારી તેને ફરતે રંગોળી પુરવામાં આવી હતી અને હોળી પ્રગટાવ્યા બાદ અનેક લોકોએ દર્શન કરી હોળીમાં ધાણી, ખજુર, સીંગદાણા, કપુરની ગોટી વગેરે હોમ્યું હતું. જ્યારે લખતર ખાતે પણ ફાગણી પુનમ એટલે કે હોળી પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી હતી તેમજ ઘુળેટીની પણ લોકોએ મન મુકીને ઉજવણી કરી હતી આમ જીલ્લામાં કોરોના મહામાર વચ્ચે લોકોએ હોળી-ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી.
0 Response to "સમગ્ર દેશ સાથે જિલ્લામાં રંગોના પર્વ ધૂળેટીની ધામધૂમથી ઉજવણી થઈ"
Post a Comment