
વાસણાની સીમમાં આવેલી ખાનગી કંપનીમાંથી લાખોની ચોરી કરનાર 1 શખ્સ પકડાયો
સાણંદ : વાસણા ગામની સીમમાં આવેલી ખાનગી કંપનીમાંથી રૂ. ૨.૬૭ લાખના પાવડરની ચોરી પ્રકરણમાં પોલીસે એક શખ્સને મટોડાના પાટીયા પાસેથી એક્ટિવા સાથે ઝડપી લીધો હતો.
ચાચરાવાડી વાસણા ગામની સીમ ખાતે આવેલ સીડેક મેડીકોર્પ પ્રા.લી કંપનીમાં રાત્રીના સમયે અજાણ્યા ઈસમે અંદર પ્રવેશી કંપનીમાંથી લુલીકોનાઝોલ (પાવડર) ભરેલ ૧૦ કિલોનુ એક ડ્રમ કિ.રૂ ૨,૬૭,૮૬૦/- ના મટેરીયલની ચોરી કરી લઈ ગુનો કરેલ હોય જે ગુનો તાત્કાલીક શોધી કાઢવા સુચના કરતાં બાતમી આધારે મટોડા ગામના પાટીયાથી એ.એસ.આઈ તથા પોલીસ સ્ટાફના માણસો વોચ તપાસમાં હતા તે દરમ્યાન બાતમી હકીકતવાળુ એક શંકાસ્પદ એક્ટીવા સાથે એક ઈસમ બાવળા તરફથી આવતા તેને ચોરીમાં ગયેલ લુલીકોનાઝોલ (પાવડર) ભરેલ ૧૦ કિલોનું એક ડ્રમ કિ.રૂ ૨,૬૭,૮૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ જે અંગે યુક્તી પ્રયુક્તીથી તપાસ પુછપરછ કરતા સદર મુદ્દામાલ ચોરી કરવામા બીજો એક ઈસમ સંડોવાયેલ હોવાનુ જણાતા બન્ને ઈસમોને અટક કરવામાં આવેલ છે અને ચોરીમાં ગયેલ લુલીકોનાઝોલ (પાવડર) ભરેલ ૧૦ કિલો નુ એક ડ્રમ કિ.રૂ ૨,૬૭,૮૬૦/- નુ તથા ગુનાના કામે વપરાયેલ એક્ટીવા રીકવર કરવામાં આવેલ છે.
0 Response to "વાસણાની સીમમાં આવેલી ખાનગી કંપનીમાંથી લાખોની ચોરી કરનાર 1 શખ્સ પકડાયો"
Post a Comment