
લાખણી ગામની બાળકી પર દુષ્કર્મ મામલે આરોપીને કડક સજાની માંગ
બગોદરા : તાજેતરમાં લાખણી ગામે રહેતાં એક પરિવારની ૧૩ મહિનાની માસુમ બાળકી પર એક આધેડ દ્વારા દુષ્કર્મનો બનાવ બન્યો હતો જેનો સમગ્ર રાજ્યમાં ઠેરઠેર ઠાકોર સમાજ સહિત અન્ય સમાજ અને સામાજીક આગેવાનો દ્વારા રોષ જોવા મળી રહ્યો છે ત્યારે દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા આપવાની માંગ સાથે બાવળા શહેર ઠાકોર સમાજ દ્વારા રાજ્યના ગૃહમંત્રીને લેખીત રજુઆત કરી હતી.
આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ તાજેતરમાં લાખણી ગામે એક ભાગિયા તરીકે રહેતાં પરિવારની ૧૩ મહિનાની માસુમ બાળકી પર લાખણી ગામના હિરાભાઈ ચેલાભાઈ રબારી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જેનો સમગ્ર રાજ્ય સાથે ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ બનાવને વખોડી કાઢવામાં આવ્યો છે ત્યારે આરોપીઓ વિરૂધ્ધ પોસ્કો એક્ટ મુજબ પોલીસ મથકે ગુન્હો નોંધવામાં આવ્યો છે અને આ બનાવની ન્યાયીક અને નિષ્પક્ષ તપાસ હાથધરી આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ સાથે રાજ્યના ગૃહમંત્રીને સંબોધીને બાવળા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38Tk955
0 Response to "લાખણી ગામની બાળકી પર દુષ્કર્મ મામલે આરોપીને કડક સજાની માંગ"
Post a Comment