મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખપદે સાપકડા બેઠકના ચંદુભાઈ સિહોર વરાયા

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખપદે સાપકડા બેઠકના ચંદુભાઈ સિહોર વરાયા


હળવદ : મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની હોદાની જગ્યા ભરવા ગઇકાલે ઉમેદવારી પત્ર ભરવાના હતા ત્યારે ભાજપમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખના હોદા માટે એક એક ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આજે જિલ્લા પંચાયત સભાખંડ ખાતે પ્રથમ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી.

 જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદા માટે એક એક જ ફોર્મ ભરવામાં આવેલ હોવાથી મોરબી જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ બક્ષીપંચ અનામત હોવાથી હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની સાપકડા બેઠક ઉપરથી ચૂંટાયેલા ચંદુભાઈ સિહોરાને પ્રમુખ અને મોરબી તાલુકાની જિલ્લા પંચાયતની મહેર્ન્દ્નગર ઉપરથી ચૂંટાયેલા જાનકીબેન જીજ્ઞોશભાઈ કૈલા ઉપપ્રમુખ તરીકે બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા પંચાયતની ૨૪ બેઠકોમાથી ૧૪ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બનેલા છે  અને ૧૦ બેઠક ઉપર કોંગ્રેસનાં ઉમેદવારો વિજેતા બન્યા હતા જેથી કરીને ભાજપની જિલ્લા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હોય પ્રથમ અઢી વર્ષ બક્ષીપંચ અનામત હોવાથી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખના હોદા માટે ગઇકાલે એક એક ફોર્મ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં ભાજપમાથી હળવદ તાલુકાની જિલ્લા પંચાયતની સાપકડા બેઠક ઉપરથી ચૂંટાયેલા ચંદુભાઈ સિહોરાએ પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરેલ હતું અને ઉપપ્રમુખ માટે જાનકીબેન જીજ્ઞોેશભાઈ કૈલાએ ઉમેદવારીપત્ર ભર્યું હતું ત્યાર બાદ આજે જિલ્લા પંચાયત સભાખંડ ખાતે ડીડીઓ પરાગ ભગદેવ દ્વારા પ્રથમ સામાન્ય સભાની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખના હોદા માટે એક એક જ ફોર્મ રજૂ કરવામાં આવ્યું હોવાથી પ્રમુખ તરીકે ચંદુભાઈ સિહોરા અને ઉપપ્રમુખ તરીકે જાનકીબેન જીગ્નેશભાઈ કૈલાને બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત કારોબારીના ચેરમેન તરીકે જયંતિભાઈ પડસુંબિયા, શાસક પક્ષના નેતા તરીકે ઝાહરીઅબ્બાસ યુસુફભાઈ શેરસિયા અને દંડક તરીકે હીરાભાઈ ટમારિયાનું નામ જાહેર કરવામાં આવેલ છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cJ6Yov

0 Response to "મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખપદે સાપકડા બેઠકના ચંદુભાઈ સિહોર વરાયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel