
માંડલ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા
અમદાવાદ : અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકા પંચાયતની ગુરુવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. માંડલ તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી હોવાથી પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા હતા.
માંડલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મહેશભાઈ બાબુભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે શુશીલાબેન ઠાકોરની વરણી કરવામાં આવી હતી. તેઓને ૧૬ માંથી ૧૧ મતોથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. માંડલ તાલુકા પંચાયત ખાતે પુર્વ ધારાસભ્ય ડો.તેજશ્રીબેન પટેલ, કીતબેન આચાર્ય, વરૂણ પટેલ, પ્રદીપસિંહ સોલંકી, સોનલબેન ઠાકોર, ભાજપ સંગઠન પ્રમુખ દશરથભાઈ પટેલ, મહામંત્રી પસાભાઈ જાદવ, કોશિકભાઈ ઠાકોર, ઇશ્વરભાઇ સોલંકી, મહેશ ચાવડા, ધીરજ રાઠોડ, રાજુભાઇ શાહ, જયદીપ મોરી, દેવાભાઈ ઠાકોર, શૈલેષભાઈ ડોડીયા કડવાસણ સરપંચ, રાજુભાઇ પટેલ, ભગવાનભાઈ પટેલ સહિત ગામના સરપંચ આગેવાનો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38Uw034
0 Response to "માંડલ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા"
Post a Comment