
થાનમાં અદાવત રાખી યુવાનને માર મારનાર શખ્સ સામે ગુનો
થાન : સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી રહી છે ત્યારે ગુન્હેગારોને જાણે પોલીસનો પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે થાન શહેરના વાસુકી પ્લોટ વિસ્તારમાં રહેતાં યુવક પર અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી હુમલો કરી ગંભીર ઈજાઓ અંગે એક શખ્સ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી. થાન શહેરના વાસુકી પ્લોટ વિસ્તારમાં રહેતાં ભરતભાઈ સતવારા ઉ.વ.૩૯વાળા વિશ્વકર્મા ફેબ્રીકેશન નામની દુકાન ધરાવે છે ત્યારે અંદાજે બે વર્ષ પહેલા ભીમશીભાઈ રબારી નામના શખ્સને પોતાની દુકાનમાં કામે રાખ્યો હતો પરંતુ આ શખ્સને જુદી જુદી કુટેવ હોય દુકાનમાંથી છુટ્ટો કરી દીધો હતો. જે બાબતનું મનદુઃખ રાખી ભીમશીભાઈએ દુકાન પાસે જઈ લોખંડના પાઈપ વડે હુમલો કરી ફરિયાદી યુવક ભરતભાઈને હાથેપગે મારમારી ફ્રેકચર જેવી ગંભીર ઈજાઓ પહોંચાડતાં થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3s1Pr1i
0 Response to "થાનમાં અદાવત રાખી યુવાનને માર મારનાર શખ્સ સામે ગુનો"
Post a Comment