
સરા ગામે પક્ષીપ્રેમીઓ દ્વારા પાણીના કુંડા અને બર્ડ ફિડરનું વિતરણ કરાયું
સરા : ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. બપોરે તડકો દિન પ્રતિદિન વધતા મોટાભાગના લોકો બપોરના સમયે ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરતા બજારો શેરીઓમાં સુનકાર ભાસી રહ્યો છે ત્યારે કાળઝાળ ગરમીમાં પંખીઓ જરૂરિયાત એવા પીવાના પાણી માટે અહિં તહીં વિચરતા જોવા મળે છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સરા ગામના પંખી પ્રેમીઓએ ચકલીની દુર્લભ થતી જાતિની ચિંતા કરતા પંખીઓનો કલરવ ફરી ગુંજતો થાય તેવા આશય થકી પંખી ઘર પંખીઓને પાણી પીવાના કુંડા અને બર્ડ ફિડરનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ પંખી પ્રેમીઓએ ફુલ નહિ તો ફુલની પાંખડીરૂપી ફંડ આપતા ૩૦૦ જેટલા પીવાના પાણીના કુંડા અને ૧૬૦ નંગ પંખીઓના બર્ડ ફિડરનું વિતરણ કરાયું હતું. સરા કન્યા શાળા પે.સે. શાળા પ્રા. શાળા મા. અને ઉ.મા. શાળા કરશનગઢ પ્રા. શાળા સહિત દુકાન અને ઘરોમાં પંખીઓને પીવાના પાણી અને ખોરાક માટે કુંડાઓ લગાવી પંખીપ્રેમીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઉ.મા. શાળાના શિક્ષક મનસુખભાઈ નાધેરે જણાવ્યા મુજબ દરેક ઘરમાં ખૂણે ખાંચરે ગોખલા કે ટયુબલાઈટ પર ખુલ્લી રીતે જગ્યાએ ચકલીઓ માળા કરી ચિચિયારી કરતા જોવા મળતી. હવે મકાનોની ડિઝાઈન બદલાતા તેમજ મોબાઈલ ટીવી ટાવરોના રેડીયેશન થકી વધતા જતા ઘોંઘાટભર્યા વાતાવરણથી ચકલી એની જાતિ લુપ્ત થઈ રહી છે. પંખીપ્રેમી ભાઈલાલભાઈએ જણાવ્યા મુજબ શાળાઓમાં વિદ્યાર્થીઓને દુર્લભ બનતી ચકલીની જાતિ વિશે માહિતગાર કરી વિદ્યાર્થીઓને ઉનાળા દરમ્યાન પંખીઓ માટે ખોરાક અને પાણીની જરૂરિયાત સંતોષવા ઘરે ઘરે કુંડા મુકવા સમજાવેલ હતુ. દર વર્ષે સરા ગામે પંખીપ્રેમીઓ દ્વારા ૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસે કુંડાઓનું વિતરણ કરવામાં આવતું હતું. આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ પંખીઓને પીવાના પાણી અને ખોરાક મળી રહે તે માટે નિઃશુલ્ક વિતરણ કરી સેવાકીય સુવાસ પ્રસરાવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eqeXJM
0 Response to "સરા ગામે પક્ષીપ્રેમીઓ દ્વારા પાણીના કુંડા અને બર્ડ ફિડરનું વિતરણ કરાયું"
Post a Comment