રાષ્ટ્રીય શૈક્ષણિક સંધ દ્વારા આજે યોજાનારો માતૃવંદના કાર્યક્રમ

રાષ્ટ્રીય શૈક્ષણિક સંધ દ્વારા આજે યોજાનારો માતૃવંદના કાર્યક્રમ


સુરેન્દ્રનગર : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર દ્વારા વિશ્વ મહિલા દિવસ અન્વયે આજે બપોરે ૨-૦૦ કલાકે ૮૦ ફુટ રોડ પર આવેલ ઓમકાર વિદ્યાલય ખાતે માતૃશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે તેમજ શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, સેવા, સામાજીક વગેરે દરેક ક્ષેત્રમાંથી ૫૧ જેટલી બહેનોનું સન્માન તેમજ ૫૧ દિકરીઓને દત્તક લેવામાં આવશે તેમજ જાણીતા શિક્ષણવિદોનું માર્ગદર્શન સહિતના કાર્યક્રમો યોજાશે આ તકે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, બી.એડ્.કોલેજના ડો.દીપ્તીબેન કુંડલ સહિત પદ્મશ્રી વિજેતા મુક્તાબેન ડગલી, ડો.નેહલબેન પંડયા, મહિલા પીએસઆઈ ચંદ્રીકાબેન એરવાડીયા સહિતનાઓ ઉપસ્થિત રહેશે. આ આયોજનને સફળ બનાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના ભરતસિંહ ચાવડા સહિતનાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3byekvu

0 Response to "રાષ્ટ્રીય શૈક્ષણિક સંધ દ્વારા આજે યોજાનારો માતૃવંદના કાર્યક્રમ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel