ઘઉં ભરવાની સિઝન શરૃ : ભાવમાં વધારો ન થતાં ગૃહિણીઓને રાહત

ઘઉં ભરવાની સિઝન શરૃ : ભાવમાં વધારો ન થતાં ગૃહિણીઓને રાહત

ભુજ, રવિવાર 

રાજ્ય સહિત કચ્છમાં ઘઉંનું ઉત્પાદન ઠંડીના કારણે સારૃ થતાં બજારમાં ભાવ સિૃથર રહે તેવી આશા છે.આંશિક વાધારાથી  ઘઉં ભરવાની સિઝનમાં ગૃહિણીઓને રાહત થઈ છે.હાલે મધ્યમકક્ષાથી લઈને ઉચ્ચ ગુણવત્તાવાળા ઘઉં રૃ. ૧૮૦૦ થી ૩૫૦૦માં મળી રહેતા હોવાથી વાધતી જતી મોંઘવારીમાં આ ભાવ લોકો માટે રાહતરૃપ બન્યા છે. 

કચ્છભરમાં ઘઉંની જથૃથાબંધ આવક શરૃ થઈ ગઈ છે. લોકો દ્વારા ધીરે ધીરે તેનો ઉપાડ શરૃ કરવામાં આવ્યો છે. ટુંક સમયમાં ઘરે ઘરે ઘઉંની સફાઈાથી લઈને બારેમાસ સાચવણી કરવાની પ્રક્રીયા શરૃ કરવામાં આવશે. ગત વર્ષે ઘઉંનો ભાવ પ્રતિકિલો રૃ. ૨૦ થી ૨૫ ચાલી રહ્યો હતો. જેમાં થોડો વાધારો જોવા મળે તો નવાઈ નહી. વિવિાધ જાતના ઘઉંના એક મણ દિઠ રૃ. ૬૫૦થી ૧૧૦૦નો સરેરાશ ભાવ નીકળે છે. હોલસેલના વેપારીઓએ જણાવ્યું હતું કે, જિલ્લામાં લોકો વધુ લોકવન,રજવાડી લોકવન તાથા શરબતી ટુકડી જાતના ઘઉંનો ઉપયોગ વાધારે કરે છે. જેની કિંમતમાં સામાન્ય મોટો ફેરફાર થયો નાથી. ગત વર્ષે જે ભાવ હતા તેમાં સામાન્ય ફેરફાર થયા છે, મોટાભાગે ભાવ સિૃથર રહ્યા છે. જિલ્લામાં લોકો દુકાન ઉપરાંત સીધા કિસાનો પાસેાથી ખરીદી કરતા હોવાથી સામાન્ય સસ્તા પડતા હોય છે. બીજીતરફ ખેડુતોનો માલ પણ સીધો ઘરાથી જ વેંચાઈ જતાં સારા ભાવ મળતા હોય છે. વેપારીઓના જણાવ્યા મુજબ રજવાડી લોકવનના ૧૦૦ કિલોદિઠ અંદાજે રૃ.૧૯૦૦થી ૨૬૦૦ તાથા શરબતી ટુકડી કે જેનું વેંચાણ વધુ હોય છે . તેના દાણા તાથા ક્વોલીટી મુજબ સરેરાશ રૃ. ૨૦૦૦ થી ૨૮૦૦ના ભાવ નીકળશે. જ્યારે જિલ્લામાં ભાલિયા દાઉદખાની ઘઉં ૧૦૦ કિલોનો ભાવ રૃ.૪૫૦૦થી વધુ ચાલી રહ્યા છે. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30zuI97

0 Response to "ઘઉં ભરવાની સિઝન શરૃ : ભાવમાં વધારો ન થતાં ગૃહિણીઓને રાહત"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel