ભુજ પાલિકામાં નવી બોડીના શાસન સાથે સિવિક સેન્ટરને સક્રીય કરાય તેવી માંગ

ભુજ પાલિકામાં નવી બોડીના શાસન સાથે સિવિક સેન્ટરને સક્રીય કરાય તેવી માંગ

ભુજ, રવિવાર                  

ભુજ સુાધરાઈમાં ગત ૫ વર્ષમાં શાસન કરનારાઓએ લાખોના ખર્ચે લોકોને કચેરી કચેરીએ ધક્કા ન ખાવા પડે તે માટે જન સેવા કેન્દ્ર બનાવ્યું હતું. પરંતુ એક માસ માંડ ચાલ્યા બાદ તેને અલીગઢી તાળા મારી દેવાયા હતા. જેના કારણે શહેરવાસીઓને રજુઆતાથી લઈને પરીણામ જાણવા દરેક વિભાગમાં જઈને પુછપરછ કરવી પરેશાની ભોગવવી પડી રહી છે. ત્યારે નવી બોડીના શાસનમાં  ખુટતી સેવાઓની પુર્તતા કરાય તેવી માંગ ઉઠી છે. 

આ મુદે જાગૃતોએ જણાવ્યું હતું કે, સુાધરાઈ લોકહિતના કામો ન કરતી હોય તેવું માલુમ પડયું છે. લાખોના ખર્ચ છતાં  સેવાનું બાળમરણ કરી દેવાય છે. જેાથી પ્રાથમિક સુવિાધાઓને લગતી ફરીયાદ , જન્મ-મરણ, લગ્ન નોંધણી વગેરે કામો માટે લોકો આૃથડાતા હોય છે. શહેરમાં ૪ વર્ષાથી જનસેવા કેન્દ્ર પર ભાર મુકાઈ રહ્યો છે . પરંતુ ૧૦૦ કરોડનું બજેટ બનાવનાર પાલિકા તેમાં કંઈ ઉકાળી શકી નાથી. અગાઉ મંગલમ ચાર રસ્તા કે જ્યાં સુાધરાઈની વોર્ડ ઓફીસ આવેલી છે ત્યાં સંલગ્ન સિટી સિવિક સેન્ટર બનાવવાનું આયોજન કરાયું હતું. જનરલ બોર્ડમાં ખર્ચની મંજુરી પણ આપી દેવાઈ હતી. આમછતાં ત્યાં કોઈ આ પ્રકારની સેવા ચાલુ કરાઈ નાથી. પરીણામે વરસાદ, ઠંડી હોય કે બળબળતો તાપ લોકોને સામાન્ય ફરીયાદ નોંધાવવાથી લઈને અન્ય બાબત માટે ગાંઠના નાણા ખર્ચીને મુખ્ય કચેરી સુાધી આવવું પડે છે. શરમજનક બાબત એ છે કે, કચેરીમાં પણ જે સિવિક સેન્ટર ચાલુ કરાયું હતું  ત્યાં તમામ સેવાનું કેન્દ્રીકરણ કરાયું હતું. આમછતાં તે પણ બંધ કરી દેવાયું છે.  ત્યારે નવી બોડી ટુંકસમયમાં પોતાનો ચાર્જ સંભાળશે ત્યારે  ત્વરાએ લોકહિતની આ સેવા ચાલુ કરવા પ્રાથમ પ્રાધાન્ય અપાય તેવી માંગણી કરાઈ છે.     



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38m7p6W

0 Response to "ભુજ પાલિકામાં નવી બોડીના શાસન સાથે સિવિક સેન્ટરને સક્રીય કરાય તેવી માંગ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel