ભારતના ૭ પૈકી સૌ પ્રથમ સેઝનું બહુમાન કાસેઝના ફાળે જાય છે

ભારતના ૭ પૈકી સૌ પ્રથમ સેઝનું બહુમાન કાસેઝના ફાળે જાય છે

ગાંધીધામ, તા. ૦૭

કંડલા વિશેષ આિાર્થક ક્ષેત્રનો પ૭ મો જન્મદિવસ ઉજવાયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતના ૭ સેઝ અંતર્ગત કંડલા પ્રાથમ ફ્રિ ટ્રેડ ઝોન તરીકે ઉભર્યું હતું અને તત્કાલીન વડાપ્રાધાન લાલ બહાદુર શાસ્ત્રીએ તેનું ઉદ્ધાટન કર્યું હતું. આજે તેનો પ૭ માં સૃથાપના દિવસ અત્યંત ધૂમાધામાથી કોવીડ નિયમોના પાલન સાથે ઉજવાયો હતો.

સતત વિકસતું રહેલું કાસેઝ તમામની સહિયારી મહેનતનું ફળ છે. વર્ષ ર૦૧૯-ર૦ માં કાસેઝે ૬૩૬૦ કરોડનું એક્સપોર્ટ કર્યું હતું. આ પછી કોરોના કાળને લઈ આખા વિશ્વમાં થયેલ લોકડાઉનની અસરો વચ્ચે પણ કાસેઝના યુનીટોએ સલામતીભેર કામ ચાલુ રાખી, સરકારના નિયમનો અપનાવીને વર્ષ ર૦ર૦-ર૧ માં પણ પપ૪૧ કરોડનું એક્સપોર્ટ કરી પોતાની ક્ષમતા દર્શાવી દીધી છે. સમગ્ર વિશ્વને આિાર્થક રીતે કોવીડ-૧૯ ના કારણે જોરદાર ફટકો લાગ્યો છે પણ કાસેઝ તેમાંથી બચવાના સતત પ્રયાસ, સફળતાપૂર્વક કરી રહેલ છે. ગુજરાતના અન્ય તમામ સેઝ કરતાં કાસેઝની ક્ષમતા પાછળ તેનું સફળ સંચાલન છે અને તે જ તેની મહત્તા છે. કાસેઝ કચ્છનું સૌથી વધુ રોજગારી પ્રદાન કરતું એકમ છે અને દૈનિક ૩૦ હજારાથી વધુ શ્રમીકો તેમાં કામ કરે છે જેમાંથી ૪૦ ટકા તો મહિલાઓ હોવાનું ગૌરવ છે. સોય-દોરા, કાપડ, રીસાયકલ મટેરીયલ, ખેતી વિષયક ઉત્પાદો, દવા, રસાયણો, તૈયાર કપડા, ટોઈલેટરીઝ, ફેશન વગેરેને લગતા એકમો અહીં ધમાધમી રહ્યા છે. આજના અવસરે આઈએસઓ પ્રમાણપત્ર મળ્યું હોવાનું પણ જાહેર કરાયું હતું. પ૭ માં જન્મ દિવસના ઉપલક્ષમાં એક્સપોર્ટ એવોર્ડ ફંક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વર્ષમાં સૌથી વધુ એક્સપોર્ટ કરનાર ગોકુલ ઓવરસીઝ, ગત વર્ષમાં સૌથી વધુ એક્સપોર્ટ કરનાર બકારોઝ પરફ્યુમ્સ એન્ડ બ્યુટી પ્રોડક્ટ પ્રા.લી, સૌથી વધુ દવાઓની નિકાસ કરનાર મીશનફાર્મા લોજીસ્ટીક્સ પ્રા.લી, પ્લાસ્ટીક પ્રોડક્ટસનું સૌથી વધુ એક્સપોર્ટ કરનાર તરીકે માધરસન સુમી સીસ્ટમ્સ લી., સામાન્ય ક્ષેત્રમાં સૌથી વધુ નિકાસ કરનાર તરીકે રોયલ પેટ્રો સ્પેશ્યાલીટીઝ પ્રા.લી, વપરાયેલ કપડાના સૌથી મોટા નિકાસકર્તા તરીકે રઘવાણી ટેક્સટાઈલ્સ પ્રા.લી., ઈજનેરી ક્ષેત્રમાં પ્રદાન આપનાર પ્રજ ઈન્ડસ્ટ્રીઝ, સેવા અને વેપાર ક્ષેત્રમાં હ્વાત કેમીકલ્સ પ્રા.લી., ઈન્ટ્રા ઝોન સેલ્સમાં મીલાક એન્ટરપ્રાઈઝ, ટેક્સટાઈલ ક્ષેત્ર માટે સ્ટ્રેન્ડ ટેક્સટાઈલ્સ મીલ્સ પ્રા.લી, કમિશ્નર હસ્તકના બેસ્ટ સેઝ ઓફ ગુજરાતનો એવોર્ડ ફાર્માઝ (ઝાયડસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.), સૌથી સ્વચ્છ યુનીટનું પદ માધરસન સુમી  સીસ્ટમ્સ પ્રા.લી, સ્વચ્છ યુનીટ (ફાર્મા) એવોર્ડ ગેલેન્ટીક ફાર્મા ઈન્ડીયા પ્રા.લી, સૌથી હરીયાળા યુનીટનું પદ યુ.એસ. ક્લોથીંગ પ્રા.લી અને સૌથી વધુ રોજગારી આપતા એક તરીકે કેનમ ઈન્ટરનેશનલ પ્રા.લીની પસંદગી કરી તેમને સન્માનવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાસેઝના અિધકારીગણ તાથા યુનીટાધારકો ઉપસિૃથત રહ્યા હતા. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3v6m2oK

0 Response to "ભારતના ૭ પૈકી સૌ પ્રથમ સેઝનું બહુમાન કાસેઝના ફાળે જાય છે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel