
હેક ન થઈ શકે એવા ક્વૉન્ટમ કમ્યુનિક્શનનો સફળ પ્રયોગ
ઈસરો અમદાવાદ સ્થિત સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટરની સફળતા
અમદાવાદ : અમદાવાદ સ્થિત ઈસરો કેન્દ્ર સ્પેસ એપ્લિકેશન સેન્ટર (સેક) દ્વારા ભારતમાં પ્રથમવાર ક્વૉન્ટમ કમ્યુનિકેશનનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે. ક્વૉન્ટમ ટેકનોજીએ ભારેખમ અને અઘરી ટેકનોલોજી છે, પંરતુ સાથે સાથે ક્રાંતિકારી છે. ક્વૉન્ટમ કમ્યુનિકેશનનો સીધો લાભ એ છે કે હેકર્સ કોઈ રીતે તેને હેક કરી શકે એમ નથી. એટલે ભવિષ્યની અનેક ટેકનોલોજીનો આધાર ક્વૉન્ટમ કમ્યુનિકેશન પર રહેલો છે.
સ્પેસ એપ્લિકેશન સેન્ટરના વિજ્ઞાાનીઓએ 300 મીટરના અંતર વચ્ચે ક્વૉન્ટમ ટેકનોલોજી દ્વારા સંદેશાની આપ-લે કરી દેખાડી હતી. સંદેશા તરીકે વિડીયો કોન્ફરન્સિંગનું લાઈવ પ્રસારણ કરાયું હતું અને અન્ય સામગ્રીની પણ આપ-લે કરી હતી.
ભવિષ્યમાં જ્યારે સેટેલાઈટ કમ્યુનિકેશન વધશે ત્યારે તેનો હેકિંગનો પણ ભય વધશે. એ સમયે ક્વૉન્ટમ કમ્યુનિકેશન જેવા અભેદ્ય સંદેશાવ્યવહારની જરૂર ઉભી થશે.
દિવસે સૂર્યપ્રકાશ વખતે પ્રયોગમાં વિઘ્ન ઉભું થવાની શક્યતા હતી. માટે ઈસરોના સેક કેન્દ્રના જ બે મકાન વચ્ચે સાંજે અંધારૂ થયા પછી પ્રયોગ કરાયો હતો. ક્વોન્ટમ ટેકનોલોજીમાં કોઈ પણ પદાર્થને નાનામાં નાના સ્વરૂપમાં વિભાજીત કરી તેનું ટ્રાન્સમિશન કરવામાં આવતું હોય છે. અત્યારે હેકિંગ આખા જગત માટે માથાનો દુખાવો બની રહ્યું છે.
હેકિંગ સામે લડવા માટે ક્વૉન્ટમ ટેકનોલોજી પર દુનિયાભરની કંપનીઓ અને વિવિધ સરકારી સંસ્થાઓ કામ કરે છે. એ વચ્ચે ઈસરોએ આ નોંધપાત્ર સફળતા મેળવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3spmFIh
0 Response to "હેક ન થઈ શકે એવા ક્વૉન્ટમ કમ્યુનિક્શનનો સફળ પ્રયોગ"
Post a Comment