
જામનગર મહાપાલિકા દ્વારા 612.49 કરોડનું બજેટ મંજૂર
- કર - દર વધારા વગરના બજેટને સામાન્ય સભામાં અપાશે આખરી મંજૂરી
- પોલીસ હેડ કવાર્ટર પાછળ ૨૦.૯૨ કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેકસ બનશે, ગુલાબનગરનો જુનો સમ્પ કરાશે ડીસમેન્ટલ
- સમર્પણ સર્કલથી બેડી જંકશન સુધી નવો રીંગરોડ, જનતા ફાટક પાસે બનશે 106 આવાસ
- હાપા લાલપુર બાયપાસ નજીક બે નવા ફાયર સ્ટેશન, 25 કરોડના ખર્ચે બનશે નવા સીસી રોડ
જામનગર,તા.૨૨
જામનગર મહાનગરપાલિકા ની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા રૂ. ૬૧ર કરોડ ૪૯ લાખનું વાષક અંદાજપત્ર આજે મંજુર કરવામાં આવ્યું હતું અને આખરી મંજુરી માટે સામાન્યસભા તરફ મોકલી આપવામાં આવશે. જામનગર મ્યુનિ. કમિશનર દ્વારા ૬૧૦.૪૯ કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું હતું. જેમાં બે કરોડનો સ્ટેન્ડીંગ કમિટી દ્વારા વધારો કરાયો હતો, જો કે કર-દર વધારા વગરનું બજેટ આજે મંજુર થયું હતું. જેમાં અનેક વિકાસ કામો દર્શાવાયા છે.
જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીની આચારસંહિતા વચ્ચે મ્યુનિ. કમિશનરે વર્ષ ર૦ર૧-ર૦રર નું રૂ.. ૬૧૦ કરોડ ૪૯ લાખનું અંદાજપત્ર સેક્રેટરી સમક્ષ રજૂ કર્યું હતું. ત્યારપછી આજે સ્ટેન્ડીંગ કમિટી દ્વારા બે કરોડનો ખર્ચ વધારો કરીને આજે આ બજેટને મંજુરી આપવામાં આવી હતી.
કર-દર ના કોઈપણ જાતના વધારા વગર ના આજના આ બજેટમાં અનેક વિકાસકામો દર્શાવવામાં આવ્યા છે. જેમાં શહેરીજનોને નળ વાટે પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના અન્વયે ડી.આઈ. પાઈપલાઈનનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઊભું કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે પ૦ કરોડના કાર્યો ચાલુ છે અને બાકી રહેતા કામો અંગે રૂ. રપ કરોડ ના કામો હાથ ધરવામાં આવશે.
ગુલાબનગર નો જુનો સમ્પ ડીસટેલમેન્ટ કરી નવો અને વધુ ક્ષમતાનો સમ્પ, પંપહાઉસ અને ક્લોરીન સિસ્ટમ મળી કુલ ૧ કરોડ ૬૮ લાખ ના ખર્ચ કામગીરી હાથ ધરવામાં આવશે.ભૂગર્ભ ગટરનું નેટવર્ક ઉભું કરવા માટે ૬૧.૭૯ કરોડ પૈકીના ૩૧ કરોડના કામો ચાલુ છે, અને ૧૪ મા નાણાપંચ અન્વયે હૈયાત નેટવર્ક સાથે જોડી શકાય તેવા વિસ્તારોમાં પાઈપ ગટર અને ભૂગર્ભ ગટરના કુલ રૂ. ર કરોડ ૩૭ લાખના કામો, ૧પ માં નાણાપંચ હેઠળ સીવર કલેકશન પાઈપ લાઈન નેટવર્ક માટે રા. ૧૩ કરોડ પ૦ લાખના કામોનું આયોજન છે. બહારી વિસ્તારોમાં રપ કરોડના ખર્ચે સીસી ડામર રોડના કામો કરવામાં આવશે.
ટાગોર કલચરલ કોમ્પલેક્ષ માટે રીવાઈઝડ ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો છે. જેની ગ્રાન્ટ મળ્યેથી કામ શરૂ થશે. લાલપુર બાયપાસ પાસે સ્મશાન બનાવવા આનુસંગિક કામો હાથ ધરવામાં આવશે તેમજ સમર્પણ સર્કલથી બેડી જંકશન સુધી રીંગ રોડ તથા બીજા તબક્કામાં વાલસુરા મરીન પોલીસ ચોકીથી ગુલાબનગર સુધીના રીંગરોડ નું આયોજન કરવામાં આવ્યું છે.
પોલીસ હેડ ક્વાટર્સ પાછળના વિસ્તારમાં ૧ર૦૪૩ ચો. મી.જગ્યા માં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી રૂ. ર૦ કરોડ ૯ર લાખના ખર્ચે આધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવાશે.પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એફોર્ડેબલ હાઉસીંગ ઈન પાર્ટનરશીપ ઘટક હેઠળ ૧૪૦૪ આવાસોનું રી-ડેવલોપમેન્ટ કરવાનું આયોજન છે.
ડીપીઆર મંજૂર થયે થી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જનતા ફાટક પાસેના સ્લમ પોકેટ્સનું ઈનસાઈટ ટુ ડેવલોપમેન્ટ માટે ૧૦૬ આવાસ બનાવવાનું આયોજન છે. હાપા, લાલપુર બાયપાસ નજીક બે ફાયર સ્ટેશન બનાવવામાં આવશે તથા બે કરોડના ખર્ચે સાધનો વસાવવાનું આયોજન છે.
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કેટલીક ભલામણો કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૬ પહેલાની રેન્ટબેઈઝ મુજબ હાઉસ ટેક્સ, વોટર ચાર્જની બાકી રકમ ઉપર ૧૦૦ ટકા વ્યાજ માફી અને તા. ૧-૪-૨૦૦૬ પછીની ક્ષેત્રફળ આધારિત મિલકત વેરાની રકમમાં ૯ ટકા લેખે વ્યાજ રાહત આપવા ભલામણ કરવામાં આવી છે. મિલકત વેરા, પાણીવેરા, નામ ટ્રાન્સફર ફ્રી સુશોભન અન્વયે છાજલી, મંડપ, કમાન ના વગેરે ના દર થયાવત રાખવામાં આવ્યા છે.
કારખાના લાયસન્સ જાહેરાતના બોર્ડના દર, પથારા, રેકંડી દૂર કરવાના દરો યથાવત રાખવામાં આવ્યા છે. તેમજ સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જ, ન્યુસન્સ વહીવટી ચાર્જ, ભૂગર્ભ ગટર હાઉસ કનેક્શન ચાર્જ, ફાયર ચાજસ વગેરે યથાવત રાખવામાં આવ્યા છે. ગાર્ડન, બાગ-બગીચાના એન્ટ્રી પાસના ભાવ, ફોટોગ્રાફીના ભાવ યથાવત રાખ્યા છે. વ્યવસાય વેરામાં વ્યાજ માફી ૯ ટકા આપવામાં આવશે જે પહેલા છ ટકા આપવામાં આવતી હતી.
રક્ષાબંધન, ભાઈબીજ અને વિશ્વ મહિલા દિને મહિલાઓને સીટી બસમાં મફત મુસાફરી સુવિધા અપાશે. ખાસ કરીને વ્યક્તિગત શૌચાલય માટે હાલ ૧૨૦૦૦ની સહાય આપવામાં આવે છે. તેમાં બે હજારનો વધારો કરી ૧૪ હજાર આપવામાં આવશે.
આમ આજે રૂ. ૨૩૨.૮૯ કરોડની ઉઘડની પુરાંત અને રૂ. ૫૮૨.૮૧ કરોડની ઉપર જ મળી કુલ ૮૧૫.૭૦ કરોડમાંથી રૂ. ૬૧૨.૪૯ કરોડ ના ખર્ચ પછી રૂ.. ૨૦૩.૨૧ કરોડની બંધપુરાંત વાળા બજેટને બહાલી આપવામાં આવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rirJgc
0 Response to "જામનગર મહાપાલિકા દ્વારા 612.49 કરોડનું બજેટ મંજૂર"
Post a Comment