દૂધ સહકારી મંડળીમાં મંત્રીને છરી બતાવી રૂ. 48 હજારની લૂંટ ચલાવી

દૂધ સહકારી મંડળીમાં મંત્રીને છરી બતાવી રૂ. 48 હજારની લૂંટ ચલાવી


થાન : થાન પંથકમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે તંત્ર દ્વારા ગુન્હેગારોને છાવરમાં આવતાં વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે અભેપર દુધ મંડળીના મંત્રીના રૂા.૪૮,૦૦૦ની દિન-દહાડે લુંટ થવાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ થાન તાલુકામાં અભેપર દુધ સહકારી મંડળીના મંત્રી વજાભાઈ અમરશીભાઈ જેજેરીયા દુધ મંડળીના રૂા.૪૮,૦૦૦ લઈ અભેપરના માર્ગેથી જઈ રહ્યાં હતાં ત્યારે રામ પોટરી પાસે જગો મકવાણા ઉર્ફે જગો ડોન તથા એક અજાણ્યા બાઈકચાલકે બાઈક ઉભું રાખી ફરિયાદીને છરી બતાવી રૂા.૪૮,૦૦૦ની લુંટ કરી નાસી છુટયાં હતાં આ અગે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી હતી.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3sH4qhD

0 Response to "દૂધ સહકારી મંડળીમાં મંત્રીને છરી બતાવી રૂ. 48 હજારની લૂંટ ચલાવી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel