પાટડીમાં યોજાયેલા આશા સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા

પાટડીમાં યોજાયેલા આશા સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા


પાટડી : પાટડીમાં આજે તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા આશા સંમેલન યોજાયું હતું જેમાં પાટડી તાલુકામાં કામ કરતી આશાવર્કરો ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં વર્ષ દરમ્યાન સારી કામગીરી કરનાર આશા બહેનોનું પ્રમાણપત્ર તથા શીલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.સાથે સાથે તા. ૩૧ માર્ચના રોજ વયમર્યદાને લઈને સીડીએચઓ ડો.પી.કે.પરમાર નીવૃત્ત થતાં હોઈ તેઓનું પણ આરોગ્ય અધિકારઓ, કર્મચારીઓ તથા આશા બહેનોએ સાલ ઓઢાડી સન્માન કરી વિદાય સમારંભ પણ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના જીલ્લાના અધીકારીઓની હાજરીમાં આશા વર્કરોને માસ્ક આપવામાં આવ્યાં હતાં પરંતુ સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમમાં સીડીએચઓ ડો.પી.કે.પરમાર, એડીએચઓ બી.કે.વાઘેલા, આરસીએચઓ ડો.ચંદ્રાણી, ટીએચઓ રાજકુમા રમણ તથા તાલુકાના મેડીકલ ઓફીસર, પીએચસીના ડોક્ટરો, સ્ટાફ મોટીસંખ્યામાં હાજર રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે અને સરકાર તેમજ વહિવટી તંત્ર દ્વારા લોકોને કોરોનાથી બચવા માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝર સહિતની ગાઈડ લાઈનનું પાલન કરવાની કડક સુચનાઓ આપવામાં આવે છે ત્યારે બીજી બાજુ પાટડી ખાતે યોજાયેલ આશાવર્કર બહેનોના સંમેલનમાં જ સોશ્યલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31qFS0k

0 Response to "પાટડીમાં યોજાયેલા આશા સંમેલનમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel