LIC અને યુકો બેન્કના કર્મચારીઓ ઇલેક્શન ડયુટી પર જવા તૈયાર નથી

LIC અને યુકો બેન્કના કર્મચારીઓ ઇલેક્શન ડયુટી પર જવા તૈયાર નથી


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 19 ફેબ્રૂઆરી, 2021, શુક્રવાર

છ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની ડયૂટીમાં જોડાવાની જીવન વીમા નિગમ અને યુકો બૅન્કના કર્મચારીઓએ ના પાડી દીધી છે. હવે પોસ્ટમાંથી પણ વિરોધનો સૂર ઊઠવા માંડયો છે. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણીમાં તેમનો ઉપયોગ કરતાં હોય છે. તેને બદલે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તેમનો ઉપયોગ કરવામાં આવતા આ વિરોધનો સૂર ઊઠી રહ્યો છે.

કલેક્ટર કચેરીના સૂત્રોનું કહેવું છ ેકે ચૂંટણીની ડયૂટીમાં આવવાની જીવન વીમા નિગમના કર્મચારીઓએ ના પાડી છે. આ માટે તેમણે કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા છે. આ જ રીતે યુકો બેન્કે પણ તેમના બૅન્કના કામકાજ ખોરવાઈ જતાં હોવાથી તેમના સ્ટાફના સભ્યોને ઇલેક્શનની ડયૂટી પર ન મોકલવાની રજૂઆત કરીને કોર્ટમાં ધા નાખી છે. 

જોકે પોસ્ટના કેટલાક ઉત્સાહી અધિકારીઓએ ગુજરાતના વડાને પૂછ્યા વિના જ કલેક્ટરની કચેરીમાં ઇલેક્શન ડયૂટી માટે જનારા તેમના સ્ટાફના સભ્યોને મોકલી આપ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પરંતુ આ નામ મોકલી દેવાયા અને તાલીમ લઈ લેવામાં આવી તે પછી ગુજરાતનો પોસ્ટના વડાએ તેમને પૂછ્યા વિના આ રીતે નામ ન આપવા જોઈએ  તેવું વલણ લેતા પોસ્ટના કર્મચારીઓ પણ પૂરી સંખ્યામાં ઇલેક્શન ડયૂટી પર પહોંચશે કે કેમ તે અંગે આશંકા સેવવામાં આવી રહી છે. અલબત્ત મળતા નિર્દેશો મુજબ પોસ્ટના કામકાજ ન ખોરવાય તે રીતે 10થી 11 ટકા સ્ટાફનો ઇલેક્શન ડયૂટી પર મોકલવામાં આવે ેતવી સંભાવના છે. 

જોકે એકવાર ઇલેક્શન ડયૂટી માટે તૈયાર થયા પછી અને તાલીમ લીધા પછી ચૂંટણીની ડયૂટી પર ન જનારાઓ સામે એરેસ્ટ વોરન્ટ પણ નીકળી શકે છે તેથી કર્મચારીઓમાં ભયનો માહોલ છે. આ સંદર્ભમાં જીપીઓના ટોચના અિધિકારીનો સંપર્ક  સાધવાનો પ્રયાસકરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bqyMgP

0 Response to "LIC અને યુકો બેન્કના કર્મચારીઓ ઇલેક્શન ડયુટી પર જવા તૈયાર નથી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel