GTUની બાયો સેફ્ટી લેબને કોરોના કેન્સર સહિતના ટેસ્ટિંગ માટે મંજૂરી

GTUની બાયો સેફ્ટી લેબને કોરોના કેન્સર સહિતના ટેસ્ટિંગ માટે મંજૂરી


અમદાવાદ, તા. 14 ફેબ્રુઆરી, 2021, રવિવાર

જીટીયુની બાયો સેફ્ટ લેબને કોરોના,ડેન્ગ્યુ,કેન્સર સહિતના વિવિધ રોગોમાં ટેસ્ટિંગ માટેની મંજૂરી આપવામા આવી છે. કેન્દ્ર સરકારના આઈસીએમઆર દ્વારા પબ્લિક હેલ્થ ટેસ્ટિંગ માટે મંજૂરી અપાતા હવે જીટીયુની લેબમાં સરકારે નક્કી કરેલા માન્ય દરેક ટેસ્ટ પણ કરવામા આવશે. 

જીટીયુ દ્વારા રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન -આરટી પીસીઆર ટેસ્ટની મંજૂરી માટે ઈન્ડિયન કાઉન્સિલ આફ મેડિકલ રિસર્ચ -આઈસીએમઆરમાં  અરજી કરવામાં આવી હતી. બાયો સેફ્ટી લેબોરેટરીઝ ક્લાસ-2 પ્રકારની હોવી જોઈએ, દરેક પ્રકારના રીસર્ચ માટે બાયો સેફ્ટી કેબિનેટ ઈક્વિપમેન્ટ હોવા પણ જરૃરી છે.

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી બોયો મેડિકલ વેસ્ટનું સર્ટીફિકેટ પણ મેળવેલું હોવું જરૃરી છે.  આ ઉપરાંત રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન મશીન , બોયો સેફ્ટી કેબિનેટ મશીન , કુલિંગ સેન્ટ્રીફ્યૂઝ , માઈનસ 80 થી મહત્તમ 20 ડિગ્રી તાપમાન ધરાવતુ ડિપ ફ્રિજર જેવા અદ્યતન સાધનોથી સાથે તમામ પ્રકારના  ધારાધોરણોને અનુરૃપ લેબોરેટરી હોવી જરૃરી છે.

આ તમામ પ્રકારના માપદંડોને  ધ્યાનમાં રાખી  ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી સાથે  જીટીયુ દ્વારા  ઈન્ડિયન કાઉન્સિલ આફ મેડિકલ રિસચમાં અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ  ટેસ્ટીગ  માટે આઈસીએમઆર દ્વારા પહેલાથી જ ટેસ્ટ કરેલાં 6 સેમ્પલ જીટીયુની લેબમાં  મોકલવામાં આવ્યા હતાં.

તમામ 6 સેમ્પલનું પરીણામ આઈસીએમઆરના રિઝલ્ટ સાથે મેચ થતા અંતે જીટીયુની બાયો સેફ્ટી લેબને કોરોના-આરટીપીસીઆર ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી.આગામી સમયમાં હિપેટાઈટીસ- બી , હિપેટાઈટીસ-સી , ડેન્ગ્યુ , સ્વાઈન ફ્લૂ અને કેન્સર તથા એચઆઈવી જેવા ભયંકર રોગનું પણ પરીક્ષણ કરી શકાશે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3u1Bbqu

0 Response to "GTUની બાયો સેફ્ટી લેબને કોરોના કેન્સર સહિતના ટેસ્ટિંગ માટે મંજૂરી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel