સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાનના 48 કલાક પૂર્વે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાનના 48 કલાક પૂર્વે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ


સુરેન્દ્રનગર, તા. 14 ફેબ્રુઆરી, 2021, રવિવાર

રાજ્ય ચુંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચુંટણી-૨૦૨૧ યોજાનાર છે જેનું મતદાન તા.૨૮-૦૨-૨૦૨૧ના રોજ થનાર છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈ મુજબ મતદાન પુર્ણ થયા માટે નિયત કરેલ સમય સાથે પુરા થતાં ૪૮ લાકની મુદ્દત દરમિયાન જાહેરસભાઓ અને ચુંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. 

જેને ધ્યાને લઈ સુરેન્દ્રનગરના અધિ જીલ્લા મેજીસ્ટ્રેટ એન.ડી.ઝાલએ એક હુકમ દ્વારા સમગ્ર સુરેન્દ્રનગર જીલ્લાના મત વિસ્તારોમાં મતદાન પુરૂ થવાના પહેલા સમય પહેલા ૪૮ કલાક એટલે કે તા.૨૬-૦૨-૨૦૨૧ના સાંજના ૬-૦૦ કલાકથી ચુંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમમાં જણાવ્યા પ્રમાણે આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિ ચુંટણી સબંધમાં કોઈ જાહેરસભા બોલાવશે નહીં, યોજાશે નહીં, સબંોધન કરશે નહીં, સરઘસ કાઢશે નહીં કે તેવી સભામાં હાજરી આપશે નહીં, સિનેમેટોગ્રાફ, ટેલીવીઝન, એલઈડી અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચુંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. આ ઉપરાંત મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થીયેટરનો કાર્યક્રમ, કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમુહભોજન યોજીને અથવા યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચુંટણી પ્રચાર કરશે નહીં તેમજ ચુંટણીના પરિણામ પર અસર કરે તેવા ઈરાદાવાળી કોઈ પ્રવૃત્તિ કરશે નહીં.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jWw4DG

0 Response to "સુરેન્દ્રનગર જિલ્લામાં મતદાનના 48 કલાક પૂર્વે ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel