મકાન બનાવવા પિયરમાંથી પાંચ લાખ લઈ આવવા પરિણીતાને ત્રાસ

મકાન બનાવવા પિયરમાંથી પાંચ લાખ લઈ આવવા પરિણીતાને ત્રાસ


દિયર સંબંધ રાખવા દબાણ કરતો હતો

અમદાવાદ, તા. 14 ફેબ્રુઆરી, 2021, રવિવાર

થલતેજમાં રહેતી પરિણીતાને મકાન બનાવવા માટે પિયરમાંથી પાંચ લાખ દહેજ પેટે લઅઈ આવવા માટે સાસરીયા ત્રાસ આપતા હતા. તે સિવાય દિયર સંબંધ બનાવવા દબાણ કરતો હતો. પતિએ છુટાછેડા આપવાની તથા ફરિયાદ કરશે તો પોતે આપઘાત કરી લેશે એવી ધમકી આપી હતી. આથી પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં સાસરીયાઓ વિરૃધ્ધ ફરિયાદ નોંધાવી છે.

ઘાટલોડીયામાં દેવનંદન ફ્લેટમાં રહેતા મીનાબહેનના લગ્ન રાજસ્થાનમાં રહેતા ભાવીકકચરૃભાઈ પ્રજાપતી સાથે થયા હતા,. લગ્ન બાદ તે રાજસ્થાન સાસરીમાં રહેવા ગયા હતા. ત્યારબાદ દોઢેક વર્ષથી પતિ સાથે સંધુભવન રોડ પર ઔડાના મકાનમાં રહેવા આવ્યા હતા.

લગ્નના એકાદ વર્ષ સાસરીયાઓએ તેમને સારી રીતે રાખ્યા હતા. બાદમાં તારી માએ તને કંઈ શીખવાડયું નથી તારો બાપ બહુ રૃપિયાવાળો છે કહીને મ્હેણાંટોંમા મારતા હતા. તે સિવાય દિયર હરીશ પતિ હાજર ન હોય ત્યારે મીનાબહેન સાથે સંબંધ રાખવા ધમકીઓ આપતો હતો.

મીનાબહેન ઈન્કાર કરે તો ઘરમાંથી નીકળી જા નહીતર મારી નાંખીશ, એવી ધમકી આપતો હતો. તે સિવાય સાસુ મીનાબહેનનું ગળુ દબાવવાનો અવારનવાર પ્રયાસ કરતા હતા પણ મીનાબહેન તેમને ધક્કો મારી દેતા હતા. દિયર ગાળો બોલે ત્યારે મીનાબહેન સાસુને ફરિયાદ કરે તો સાસુ તારે ઘરમાં રહેવું હોય તો બધુ સહન કરવું પડશે નહીતર ઘરમાંથી નીકળી જા એમ કહેતા હતા.

 તેસિવાય મીનાબહેને પતિનો ફોન જોતા તે રાજસ્થાનની કોઈ છોકરી સાથે સંબંધ રાખતા હોવાનું જણાયું હતું. તે આખો દિવસ તેની સાથે વાત કર્યા કરતો હતો. રાત્રે ઘરે આવીને મીનાબહેનને મારપીટ કરીને જતો રહેતો હતો અને સવારે પાંચ વાગ્યે ઘરે આવતો હતો.

તેઓ મીનાબહેનને મકાન બનાવવા માટે પિયરમાંથીપાંચ લાખ દહેજ પેટે લઈ આવવા દબાણ કરતા હતા. મીનાબહેનને શારીરિક અને માનસિક ત્રાસ આપીને છુટાછેડા આપી દેવાની ધમકી આપતા હતા.

ત્રણેક મહિના પહેલા પતિએ તારે બીજા સાથે અફેર છે કહીને ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. તે સિવાય મીનાબહેનને ફરિયાદ કરશે તો પોતે આત્મહત્યા કરશે અને ખોટી રીતે ફસાવી દેવાની ધમકી આપતો હતો. આ અંગે મીનાબહેનેપતિ ભાવિક પ્રજાપતી, સસરા કચરૃભાઈ, સાસુ શારદાબહેન, દિયરો હરીશ અને નરેશ તથા વર્ષાબહેન નરેશભાઈ પ્રજાપતી વિરૃધ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છેે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aky19R

0 Response to "મકાન બનાવવા પિયરમાંથી પાંચ લાખ લઈ આવવા પરિણીતાને ત્રાસ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel