હળવદમાં રામભક્ત રીંકુ શર્માના હત્યારાને ફાંસી આપવા માંગણી
હળવદ, તા. 14 ફેબ્રુઆરી, 2021, રવિવાર
આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ હળવદ પ્રખંડ દ્વારા પુલવામામાં જેહાદી આતંકવાદીઓ દ્વારા સીઆરપીએફના જવાનોની બસ પર લોહિયાળ હુમલો કર્યો હતો. જેમાં વીરગતિ પામેલ હુતાત્માઓ વીર જવાનોને પુષ્પાંજલિ સ્વરૂપે વીરાંજલી અર્પણ કરવામાં આવી હતી.
અને તાજેતરમાં દિલ્હીમાં શ્રી રામ ભક્ત રીંકુ શર્માને જેહાદીઓ દ્વારા તેના ઘરમાં ઘુસીને આખા પરિવારને ગેસના બાટલાથી સળગાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે પરિવારને બચાવવા માટે રીંકુ શર્મા પોતાના ઘરની બહાર નીકળી ગયો હતો ત્યારે જેહાદીઓ દ્વારા તેના ઘરની બહાર ખંજર ભોંકી અને ઘાતકી હત્યા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. રીંકુ શર્મા જેની હત્યા થઇ છે તેણે હત્યારાના પરિવારને લોહીની જરૂર હતી ત્યારે રક્તદાન કરી તેનો જીવ બચાવ્યો હતો ત્યારે આવા કરુણ અને દયાવાન સ્વભાવ ધરાવતા શ્રી રામ ભક્ત રીંકુ શર્માની ઇસ્લામુદીન અને તેના મળતીયાઓ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી હતી ત્યારે આ ઘટનાને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સખત શબ્દોમાં વખોડે છે અને હત્યારાઓને કડકમાં કડક ફાંસીની સજા મળે તે અનુસંધાને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને આવેદન મામલતદારશ્રી હળવદ થકી આપવામાં આવ્યું આવ્યું હતું.
આ કાર્યક્રમમાં હળવદના રાષ્ટ્રભક્ત અને ધર્મપ્રેમી યુવાનો વડીલો જોડાયા હતા અને ''ભારત માતા કી જય'', ''વંદે માતરમ'' અને ''રીંકુ શર્માના હત્યારાને ફાંસી આપો'', ''જય જય શ્રી રામ''ના નારા સાથે બાઇક રેલી સ્વરૂપે શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને મામલતદાર ઓફિસે પહોંચી આવેદનપત્ર મામલતદારને પાઠવ્યું હતું.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં બજરંગ દળના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ODhS6W
0 Response to "હળવદમાં રામભક્ત રીંકુ શર્માના હત્યારાને ફાંસી આપવા માંગણી"
Post a Comment