
વિવાદો બાદ પણ CDHOએ ૯૫ ટકા રસીકરણનો લક્ષ્યાંક આપ્યો!
ભુજ,રવિવાર
માંડવીમાં સંકલિત બાળ વિકાસ વિભાગના રસી લેવા માટે કર્મચારીઓ પર દબાણ બાદ હવે નખત્રાણા તાલુકામાં કોરોના રસી લેવા માટે પ્રાથમિક શિક્ષકો પર તંત્ર અને શિક્ષક સમાજ નું આડકતરું દબાણ અને ફરમાન વછૂટયું હતુ. કોરોના રસીકરણ માટે CDHOએ રસીકરણ માટે આપવામાં આવેલ ૯૫ ટકા ના લક્ષ્યાંક ને પાર પાડવા માટે નખત્રાણા તાલુકામાં તંત્ર અને શિક્ષક સમાજના હોદેદારો નું શિક્ષકો પર આડકતરી રીતે ભારે દબાણ રહ્યુ હતુ. જે આજના શિક્ષકોને અપાયેલ રસીના આંકડા જોતા જ માલુમ પડી જાય તેમ છે.
કોરોના રસીકરણ ને સરકારે મરજિયાત હોવાની વાત કરી છે પણ નખત્રાણામાં શિક્ષકો માટે રસીને જબરજસ્તી થી ફરજિયાત બનાવી દેવાઈ હતી. જો કોઈ કર્મચારી રસીકરણ લેવા માટે સહમતી ન આપે અને રસી ન લે તો તેવા કર્મચારીઓને ધજોઈ ધ લેવા અને પરેશાન કરવાની ગભત ધમકી પણ મળી હતી.CDHO એ આપેલ લક્ષ્યાંક ને પાર પાડવા માટે પહેલા દિવસે જ નખત્રાણા તાલુકાના ૫૮૫ શિક્ષકો એ રસી લીધી. તો રાપર તાલુકામાં માત્ર ૨ શિક્ષકો.જે સીધી રીતે શિક્ષકો પર કરવામાં આવતું માનસિક દબાણ કરવામાં આવ્યુ હોવાનો ચિત્ર સપાટી પર આવ્યુ છે. શિક્ષકો પર માનસિક દબાણ કેટલી હદે યોગ્ય અને રસી ન લેનાર શિક્ષકો પર જોઈ લેવાની આૃથવા પરેશાન કરવાની ધમકી કેટલી યોગ્ય ગણાય. પ્રાથમ દિવસે રસીકરણના આંકડા ઘણું કહી જાય છે અને સાબિત થાય છે કે નખત્રાણા માં કેટલી હદે દબાણ કરવામાં આવ્યું છે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39U4P9k
0 Response to "વિવાદો બાદ પણ CDHOએ ૯૫ ટકા રસીકરણનો લક્ષ્યાંક આપ્યો!"
Post a Comment