ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થતા ફરી ઠંડીનો ચમકારો

ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થતા ફરી ઠંડીનો ચમકારો

ડીસા, તા.07 ફેબ્રુઆરી 2021, રવિવાર

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થતાં તેની સીધી અસર સમગ્ર ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી હતી. તે બાદ હવામાનમાં પલ્ટો આવતાં આચ્છાદીત વાદળો વચ્ચે લઘુત્તમ તાપમાનમાં વધારો જોવા મળ્યો હતો. જો કે, ફરી એકવાર લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો ચમકારો વર્તાયો છે.

હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુ વેધરના જણાવ્યાનુંસાર ડીસામાં ૧૧.૧ ડીગ્રી, પાલનપુરમાં ૧૨.૦ ડીગ્રી, વાવમાં ૧૧.૦ ડીગ્રી, થરાદમાં ૧૧.૦ ડીગ્રી, ભાભરમાં ૧૬.૦ ડીગ્રી, અમીરગઢમાં ૧૦.૦ ડીગ્રી, અંબાજીમાં ૯.૦ ડીગ્રી, આબુરોડ ૧૦.૦ ડીગ્રી, ઇડરમાં ૧૧.૦ ડીગ્રી, મહેસાણામાં ૧૩.૦ ડીગ્રી, ઉંઝામાં ૧૩.૦ ડીગ્રી, સિધ્ધપુરમાં ૧૩.૦ ડીગ્રી, પાટણમાં ૧૨.૦ ડીગ્રી, મોડાસામાં ૧૩.૦ ડીગ્રી, હિંમતનગરમાં ૧૨.૦ ડીગ્રી, ખેડબ્રહ્મામાં ૧૧.૦ ડીગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

શિયાળાની તુના અંતિમ દિવસોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. જેથી બનાસકાંઠા જીલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં આચ્છાદિત વાદળો છવાતાં ઠંડીમાં પણ ઘટાડો નોંધાયો હતો. જ્યારે હવામાનમાં પલ્ટાને લઇ ઠંડીમાં ઘટાડો થતાં પ્રજાજનો હાશકારો અનુભવ્યો હતો. જ્યારે ફરી એકવાર લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જ્યારે ધીરે ધીરે ઉનાળા તુની આગમનના એધાણ વર્તાઇ રહ્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YWI2mR

0 Response to "ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થતા ફરી ઠંડીનો ચમકારો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel