
બે યુવકોના કસ્ટોડિયલ ડેથથી આક્રોશ : આજે મુંદરા બંધનું એલાન
ભુજ,રવિવાર
ઘરફોડ ચોરીના એક બનાવમાં મુંદરા પોલીસ દ્વારા શકમંદ તરીકે ઉઠાવાયેલા સમાઘોઘા ગામના હરજુગ ગઢવી નામના બીજા યુવકનું પણ સારવાર દરમિયાન મોત નિપજતા ગુજરાતભરના ચારણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. પોલીસ દમનાથી મરણ પામેલા યુવકના બનાવનો વિરોધ કરવા સોમવારે મુંદરા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. હવે આ લડાઈ માત્ર ગઢવી સમાજ અને પોલીસ વચ્ચેની રહી નાથી બલકે પ્રજા અને પોલીસ વચ્ચેની થઈ ગઈ છે. અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર દરમિયાન હરજુગ ગઢવીનું શનિવારે મૃત્યુ થયા બાદ પરિવાર અને સમાજ દ્વારા જયાં સુાધી તમામ આરોપીઓ નહિં પકડાય ત્યાં સુાધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો.
કચ્છના મુંદરા તાલુકાના સમાઘોઘા ગામના ગઢવી સમાજના બબ્બે યુવકોના પોલીસના મારાથી મોત નિપજવાના લીધે કચ્છ સહિત રાજયભરના ચારણ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે કચ્છ ઉપરાંત ગુજરાતના ચારણ સમાજના મોભીઓ દોડી ગયા હતા. તમામ આરોપીઓને પકડી પાડવાની માંગ દોહરાવી હતી. દરમિયાન, કચ્છ ગઢવી ચારણ મહાસભાના પ્રમુખ વિજય ગઢવી અને સમાજના અન્ય આગેવાનોએ પણ એક બેઠક યોજીને ભાવિ કાર્યક્રમો અંગે રણનિતી ઘડી હતી. ચોક્કસ શરતોને આિાધન રહીને સમાજ યુવકના મૃતદેહનું પીએમ કરવા દઈ અંતિમ સંસ્કાર કરવા માટે અનુમતિ આપશે. આ મામલે હજુ કોઈ નિર્ણય લેવાયો ન હતો. તો બીજીતરફ, સોમવારે સવારે સાડા નવ વાગ્યે સમાઘોઘા ખાતે સમસ્ત ચારણ સમાજની એક જાહેર સભા બોલાવવામાં આવી છે. માંડવી-મુંદરા સહિત ચારણ ગઢવી સમાજની બહુમતિવાળા ગામોને સોમવારે સ્વયંભુ બંધ પાળીને તેમનો શોક અને વિરોધ પ્રગટ કરવા એલાન આપવામાં આવ્યુ છે. મુંદરાની સમસ્ત જનતાને બંધના એલાનમાં જોડાવવા આહ્વાન કરાયુ છે.
મુંદરાના વિવિધ સમાજોએ બંધના એલાનને ટેકો જાહેર કર્યો
સમાઘોઘાના હરજોગ ગઢવીનું પોલીસ દમનાથી મોત થવાના પગલે સોમવારે મુંદરા બંધનું એલાન અપાયુ છે ત્યારે બંધના એલાનને વિવિાધ સમાજો, જ્ઞાતિઓ અને સંસૃથાઓએ ટેકો જાહેર કર્યો છે. આ કિસ્સામાં આરોપીઓ હજુ પકડાયા ન હોવાથી આરોપીઓની ધરપકડ અને દોષીઓને સજા થાય તેવી માંગ સાથે ચારણ સમાજ દ્વારા અપાયેલા બંધના એલાનને મુંદરા તાલુકા સુમરા સમાજ, મહેશ્વરી સમાજ, દરજી સમાજ, સમસ્ત બ્રહ્મ સમાજ, માકપટ રબારી સમાજ, મુસ્લિમ સમાજ ઉપરાંત જુદી જુદી વેપારી સંસૃથાઓએ પણ બનાવને વખોડી બંધના એલાનને ટેકો આપ્યો છે.
સમાઘોઘાની ચોરીમાં શકદારોનો ફરિયાદમાં ક્યાંય પણ ઉલ્લેખ નથી
મુંદરાના ચકચારી મોત પ્રકરણમાં એકપછી એક હકીકતો બહાર આવી રહી છે. જે ચોરીના કેસમાં યુવાનોને લાવવામાં આવ્યા હતા તેની હકીકતો પર શંકા દર્શાવાઈ રહી છે. ડિસેમ્બરમાં સમાઘોઘા ખાતે મેઘરાજ વિરમભાઈ ગઢવીના ઘરમાંથી ૧,૯પ,૦૦૦ની ચોરી થવા પામી હતી. જે તે વખતે મુંદરા પોલીસ માથકે ફરિયાદ નોંધાવાઈ હતી જેમાં ફરિયાદમાં ક્યાંય પણ શકદારોનો ઉલ્લેખ થયો ન હતો એટલુંજ નહીં જે યુવાનોને પોલીસ ઉઠાવી લાવી હતી તેઓના ક્યાંય પણ નામ જોવા મળ્યા ન હતા તેવું સ્પષ્ટ જાણવા મળે છે. આ બનાવમાં પોલીસ શકદાર તરીકે પુછપરછ માટે લાવી હતી અને તેઓને ઢોર માર મારતા આ ઘટના બની હતી તેવું તપાસ દરમિયાન ફલીત થાય છે. બીજી તરફ હાલ ચર્ચા એવી પણ થઈ રહી છે કે, કોઈપણ જમીન પ્રકરણમાં એક યુવક પાવર દાર તરીકે હતો જેનંુ મનદુખ રાખીને તેઓને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. જો કે આ બાબત પોલીસ તપાસમાં બહાર આવી નાથી.
પોલીસે અત્યાર સુધી તપાસમાં શું કર્યું ?
મુંદરાના મોત પ્રકરણની ઘટનામાં જે તે વખતે સમાઘોઘાના દેવરાજ રતનભાઈ ગઢવીએ શક્તિસિંહ ગોહિલ, અશોક કનડ, જયદેવસિંહ અજીતસિંહ ઝાલા વિરૃદ્ધ તા.ર૦/૧/ર૦ર૧ના ફરિયાદ નોંધાવી હતી જેમાં આઈપીસી ૩૦ર, ૩૪૩, ૩૩૦, ૩૩૧, ૩ર૬, ૧૧૪ તેમજ જીપીએક્ટ ૧૩પ મુજબનો ગુનો દાખલ કરાયો હતો. આ દરમિયાન જેમ જેમ તપાસ આગળ ધપાવાઈ હતી તેમ તેમ આ બનાવમાં રાજસીતાપુરના જયેન્દ્રસિંહ અનોપસિંહ પઢીયાર કે જેઓ મુંદરાના પીઆઈ હતા તેમજ લુણીના વીરલ ઉર્ફે મારાજ જીતેન્દ્રભાઈ જોશી, ચાંદખેડાના કપીલ અમૃતભાઈ દેસાઈ, સમાઘોઘાના જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજા, ઉંટવેલીયાના ગફુર પીરાજી ઠાકોરના નામો ખુલવા પામ્યા હતા. આ દરમિયાન જયેન્દ્રસિંહ અનોપસિંહ પઢીયાર અને વીરલ ઉર્ફે મારાજ જિતેન્દ્રભાઈ જોશીની રપ/૧ના રાત્રિ દરમિયાન અટક કરવામાં આવી હતી જે હાલમાં જેલ હવાલે ધકેલાયા છે. આ ગુનામાં સંડોવાયેલા ભાવનગરના શક્તિસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ, દેદાદરાના જયદેવસિંહ અજીતસિંહ ઝાલા, માંડવીના અશોક લીલાધર કનડ , અમદાવાદના કપીલ અમૃભાઈ દેસાઈ, ઉંટવેલીયાના ગફુરજી પીરાજી ઠાકોર અને સમાઘોઘાના જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજા નાસતા ફરી રહ્યા છે.
યુવાનો ઉપર શું આક્ષેપ હતા?
જ્યારાથી આ ઘટના બનવા પામી છે ત્યારાથી તરેહ તરેહની ચર્ચાઓ વહેતી થઈ છે. ડિસેમ્બર ર૦ર૦ના મુંદરા તાલુકાના સમાઘોઘા ખાતે પોણા બે લાખની ચોરી થવા પામી હતી. ઘરમાંથી થયેલી ચોરીને લઈને સમાઘોઘાના ત્રણ યુવાનોએ શકદાર તરીકે પોલીસ માથકે લાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, આ યુવાનો પૈકી એક વ્યક્તિએ જમીન દબાવી હતી જેમાં તેના પાવર દાર તરીકે આ યુવાનનું નામ હતું અને તે ખાલી કરતો ન હતો જેાથી મનદુખ રાખીને આગેવાનના કહેવાથી પોલીસને સાથે રાખીને દમન ગુજારાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
પોલીસ કોઈપણ શેહશરમ રાખશે નહીં : એસપી
મુંદરાના મોત પ્રકણમાં આજે પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરંભસિંઘે જણાવ્યું હતું કે, બે યુવાનોના મોત થયા છે, અગાઉ હત્યાની કલમો તળે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી જેમાં હજુ આઠ જેટલા આરોપીઓ નાસતા ફરી રહ્યા છે જેઓને પકડી પાડવા માટે બાતમી દારોને કામે લગાડવામાં આવ્યા છે તેની સાથે સાથે રાજ્યના તમામ પોલીસ માથકોને પણ જાણ કરવામાં આવી છે. કોઈપણ જાતની શેહશરમ રાખવામાં આવશે અને કોર્ટ દ્વારા આરોપીઓને કડક સજા મળે તે માટેની ભલામણ કરવામાં આવશે.
કસ્ટોડીયલ ડેથ લાંછનરૃપ, આંદોલન કરાશે : કોંગ્રેસ
કચ્છ સહિત ગુજરાતભરમાં ચકચાર મચાવનાર સમાઘોઘા ગામના ગઢવી સમાજના બે યુવાનોના મુંદરા પોલીસના અમાનુષી અને નિર્દયી અત્યાચારના પગલે મોત થવાની ઘટના લાંછનરૃપ છે તેવી લાગણી કચ્છ કોંગ્રેસે વ્યકત કરી છે. આ બનાવમાં જવાબદારો સામે તાકિદની અસરાથી ધાક બેસાડતી કાર્યવાહી કરી ગુન્હામાં ફરાર પોલીસ આરોપીઓને તાત્કાલીક ધરપકડ કરવામાં આવે તેવી માંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ કરી છે. સમાઘોઘાની આ ઘટનામાં પીડિત યુવાનોના પરિવારોને તાત્કાલીક ન્યાય નહિં મળે તો તાકિદની અસરાથી યોગ્ય નહિં કરાય તો નાછુટકે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી આપવામાં આવી છે. કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી.કે.હુંબલે એક યાદીમાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસની માંગ છે કે, ચારણ યુવાનોના હત્યારાઓને તાત્કાલીક પોલીસ દ્વારા પકડવામાં આવે અને આ બાબતે ઝડપી કાર્યવાહી કરવામાં આવે. અન્યાથા કચ્છમાં આંદોલનો કરવામાં આવશે. અને કોઈ પણ જાતની પરિસિૃથતી ઉભી થશે તો તેની જવાબદારી પોલીસ વિભાગની રહેશે.
સાંસદ-ધારાસભ્યોએ ન્યાય મળે તેવા કોઈ પ્રયાસ કર્યા નથી
કચ્છ જિલ્લામાં ભાજપના સાંસદ અને ૫-૫ ધારાસભ્યો હોવા છતા ચારણ સમાજને ન્યાય મળે તેવા કોઈ પ્રયાસો કરવામાં આવેલ નાથી. જન પ્રતિનિાધીઓની જવાબદારી અને ફરજ પણ છે કે લોકોને ન્યાય મળે જેાથી આ બાબતે ચુંટાયેલા સતાપક્ષના લોકો આગળ આવે અને ચારણ સમાજના યુવાનોને બેરહેમીથી માર મારી હત્યા કરેલ છે જેને ન્યાય અપાવે.
કાઠડા ગામમાં ચૂંટણી બહિષ્કારની ચિમકી અપાઈ
કાઠડા ગામે ચારણ-ગઢવી સમાજની બેઠક મળી હતી. જેમાં, સૃથાનિક સ્વરાજયની ચૂંટણીઓ પૂર્વે જો હત્યાના આરોપીઓ ન પકડાય તો સમાજ દ્વારા ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચિમકી આપવામાં આવી હતી.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3p2HgiS
0 Response to "બે યુવકોના કસ્ટોડિયલ ડેથથી આક્રોશ : આજે મુંદરા બંધનું એલાન"
Post a Comment