મહેસાણા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે

મહેસાણા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે

મહેસાણા, તા. 07 ફેબ્રુઆરી 2021, રવિવાર

મહેસાણા જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત અને ચાર નગરપાલિકાની ચૂંટણીનું આજે જાહેરનામું પ્રસિધ્ધ થતાં સોમવારથી જિલ્લામાં પંચાયત અને નગરપાલિકાઓની કુલ ૪૧૦ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૃ થશે. ૨૮ ફેબુ્રઆરીના રોજ ૧૫.૪૬ શહેરી અને ગ્રામ્ય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને તેમના વિસ્તારના પ્રતિનિધિને ચુંટી કાઢશે. શાંતિપૂર્ણ વાતાવરણ હેઠળ ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ કરી છે.

મહેસાણા જિલ્લા પંચાયતની ૪૨ બેઠકો, વિસનગર, વિજાપુર, ઊંઝા, વડનગર, કડી, સતલાસણા, ખેરાલુ, જોટાણા, મહેસામા અને બેચરાજી તાલુકા પંચાયતની ૨૧૬ બેઠકો તેમજ મહેસાણા, વિસનગર, ઊંઝા, કડી નગરપાલિકાની ૧૫૨ બેઠકો માટે આગામી ૨૮ ફેબુ્રઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ૨૫૮ બેઠકો ઉપર કુલ ૧૨૯૯૨૫૭ મતદારો અને ચાર નગરપાલિકાની ૧૫૨ બેઠકો માટે કુલ ૨૪૭૬૬૪ મતદારો મતદાન કરશે. શાંતિપૂર્વક ચૂંટણી પ્રક્રિયા થાય તે માટે પંચાયતો ઉપર ૮૪ ચૂંટણી અધિકારી અને નગરપાલિકા ઉપર ૮ ચૂંટણી અધિકારી બાજ નજર રાખનાર છે. નોંધપાત્ર છે કે આ વખતની ચૂંટણીમાં કોરોના મહામારીને કારણે દરેક મતદારોને હેન્ડ ગ્લોવ્ઝ આપવામાં આવનાર છે. જ્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરી મતદાન થાય તેનો ખ્યાલ રાખવામાં આવનાર છે. મહેસાણા જિલ્લા પંચાયત અને ૧૦ તાલુકા પંચાયતો માટે ૧૫૧૧ મતદાન મથકો અને ચાર નગરપાલિકાઓ માટે ૩૦૩ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

2 માર્ચના રોજ મત ગણતરી બાદ પરિણામ જાહેર થશે

મહેસાણા જિલ્લા પંચાયત અને ૧૦ તાલુકા પંચાયતની ૨૮ ફેબુ્રઆરીના રોજ ચૂંટણી યોજાનાર છે. ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૩ ફેબુ્રઆરી છે. ત્યારબાદ ૨ માર્ચના રોજ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી અંગે મત ગણતરી હાથ ધરવામાં આવશે. આ વખતે ઈવીએમ મશીનથી મતદાન થનાર હોવાથી બપોર સુધીમાં પરિણામ જાહેર થવાની સંભાવના છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aGF9vX

0 Response to "મહેસાણા: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજથી ફોર્મ ભરાશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel