મહેસાણા જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક ભાજપને ફાળે

મહેસાણા જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક ભાજપને ફાળે

મહેસાણા,તા.16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

મહેસાણા જિલ્લામાં ૨૮ ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં અનેક બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઈલુ ઈલુ જોવા મળી રહ્યું છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે મહેસાણા જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવારે એકાએક પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. જેના લીધે આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. ઉપરાંત પંચાયતોની કેટલીક બેઠકો પર જીતવા કે હારવા બન્ને પક્ષના આગેવાનોએ રાજકીય સેટીંગ કર્યું હોવાનું જણાય છે.

રાજકીય ક્ષેત્રે વર્ષોથી અગ્રેસર અને મિત્ર મંડળના રાજકારણના પ્રણેતા ગણાતા મહેસાણા જિલ્લામાં આ વખતે નગરપાલિકા અને પંચાયતોની ચુંટણી પૂર્વે અનેક રાજકીય લેખાજોખા જોવા મળી રહ્યા છે. વિશેષ કરીને કોંગ્રેસમાં ભારે કમઠાણ સર્જાયું છે. ટિકીટ ફાળવણી પ્રક્રિયામાં પૈસાની લેતીદેતીના મામલે સફાળા જાગેલા મોવડી મંડળે મહેસાણા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજુ દરબારને હોદ્દા પરથી દૂર કરી તેમના સ્થાને કાર્યકરી પ્રમુખ તરીકે માનસિંહ ઠાકોરને પક્ષની જવાબદારી સોંપવાનો નિર્ણય કરવાની ફરજ પડી હતી. જ્યારે પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી કિર્તી ઝાલાને શો-કોઝ નોટીસ આપવામાં આવી છે. બીજી તરફ મંગળવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે કડી તાલુકા કોંગ્રેસમાં ભડકો થયો છે. જેમાં મહેસાણા જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તુષાર પરષોત્તમભાઈ પટેલે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા આ બેઠક પરથી કડી એપીએમસીના ચેરમેન અને ભાજપના ઉમેદવાર વિનોદ પટેલ બિનહરીફ બન્યા છે. જ્યારે કડી તાલુકા પંચાયતની કુંડાળ અને કલ્યાણપુરા બેઠક પણ ભાજપને ફાળે ગઈ છે. તેવી જ રીતે વિજાપુર તાલુકા પંચાયતની ઓજી-૩ બેઠક પણ ભાજપને ફાળે આવી છે. જેમાં મહેસાણા જિલ્લા પંચાયતની વિજાપુર ઓજી બેઠક અને તેમાં સમાવિષ્ટ પાંચ તાલુકા પંચાયતની બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગોઠવણ થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NxtBmS

0 Response to "મહેસાણા જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક ભાજપને ફાળે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel