પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનો ખરીદ વેચાણનો ઓડિયો વાઇરલ થયો

પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનો ખરીદ વેચાણનો ઓડિયો વાઇરલ થયો

પાલનપુર તા.16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોના ખરીદ વેચાણની ઓડિયો કલીપ વાઇરલ થતા રાજકારણ ગરમાયું છે જેમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્રારા વોર્ડ નંબર ૧૦ માં કોંગ્રેસના મહિલા ઉમેદવારને ફોમ પરત ખેંચવા પૈસાની લાલચ આપવામાં આવી હોવાના આક્ષેપ કરાયા છે જોકે વોર્ડ નંબર ૬માં કોંગ્રેસના મહિલા ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી હોવા પાછળ પણ નાણાંકીય લેવડ કરાઈ હોવાનો ધારાસભ્ય દ્રારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે ભાજપ તેમજ કોંગ્રેસ દ્રારા અવનવા નુસખા અજમાવવા માં આવી રહ્યા છે જેમાં ભાજપના ઉમેદવારોને બિન હરિફ કરવા માટે કોંગ્રેસના ઉમેદવારોને પોતાના ફોમ પરત ખેંચવા પ્રલોભન આપવામાં આવી રહ્યા હોવાના પાલનપુર ધારાસભ્ય દ્રારા આક્ષેપ કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર ૧૦ માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર મીનાબેન મહેન્દ્રભાઈ મજીરાણાને પોતાની ઉમેદવારી પરત ખેંચવા ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્રારા પ્રલોભન આપવાની ઓડિયો કલીપ વાઇરલ થઈ હતી જેને લઈ રાજકારણ ગરમાયું છે જોકે ચૂંટણીમાં કોંગ્રેસના એક મહિલા ઉમેદવાર નુ ફોમ પાછું ખેંચવું અને બીજા મહિલા ઉમેદવારને ફોમ પાછું ખેંચવા માટે પૈસાની લાલચ આપવા મામલે પાલનપુરના ધારાસભ્ય મહેશ પટેલે ભાજપને હાર નો ભય હોઈ કોંગ્રેસના ઉમેદવારો ને પૈસા થી ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેંમજ નગરપાલિકા ની વિવાદિત નકશામાં બિલ્ડરોને ફાયદો કરાવવા માટે ભાજપ બિલ્ડરો સાથે મળી કરોડોનું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3rWFAJJ

0 Response to "પાલનપુર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનો ખરીદ વેચાણનો ઓડિયો વાઇરલ થયો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel