પાટણ નગરપાલિકામાં પાંચ ફોર્મ પરત ખેચાયા, 150 ઉમેદવારો મેદાનમાં

પાટણ નગરપાલિકામાં પાંચ ફોર્મ પરત ખેચાયા, 150 ઉમેદવારો મેદાનમાં

પાટણ તા.16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

પાટણ જિલ્લાની ૨૮ ફેબ્રુઆરી ના રોજ  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેનો ફોર્મ ભરવાનું પ્રથમ તબક્કામાં ૧૩મી સુધી ૧૧૬૫ ફોર્મ ભરાયા હતા અને આજે ફોર્મ ચકાસણી નો દિવસ  હતો પાટણ નગર પાલિકા ની વાત કરીએ તો ૧૧ વોર્ડ ની ૪૪ બેઠકો પર ૧૮૨ ફોર્મ ભરાયા હતા અને ચકાસણી  મા ૨૭ ફોર્મ રદ થતા ૧૫૫ ઉમેદવારો મેદાન મા સૌથી વધુ  ઉમેદવારો ૧૧ વોર્ડ મા નોંધાયા છે આજે ઉમેદવારી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ એ ૫ ફોર્મ અપક્ષો એ પાછા ખેંચતા હવે ૧૫૦ ઉમેફવારો મેદાન માસ રહયા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ બન્યું.

પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લા પંચાયતની ૩૨ બેઠકો પર ૧૪૯ ફોર્મ ભર્યા હતા અને આજે ચકાસણી બાદ ફોર્મ ૬૪ અમાન્ય ૮૫ માન્ય  બીજી બાજુ જિલ્લા પાટણ જિલ્લાની નવ તાલુકા પંચાયતની ૧૭૦ બેઠકો ઉપર કુલ ૬૭૫ ફોર્મ ભરયા હતા  જ્યારે ૪૫૬ ફોર્મ માન્ય ૨૧૯ ફોર્મ અમાન્ય નવ તાલુકાની બેઠક પ્રમાણે વાત કરીએ તો પાટણ તાલુકા પંચાયત ની ૨૦ બેઠકો માટે ૬૭ ઉમેદવારી પત્ર ભર્યા હતા અને ચકાસણી બાદ  ૪૮ ફોર્મ માન્ય રહ્યા છે.

સિદ્ધપુર તાલુકાની પંચાયતની ૪૪  બેઠકો પર ૧૦૪  ફોર્મ ભરાય છે ચકાસણી બાદ ૭૦ માન્ય ફોર્મ ૩૪ રદ , સમી તાલુકા પંચાયત ૧૮ બેઠકો પર  ૯૨ ફોર્મ ભરાયા હતા ચકાસણી બાદ ૬૩ માન્ય રદ ૨૯  ,રાધનપુર તાલુકા પંચાયત ની ૧૮ બેઠકો પર ૬૮ ફોર્મ ભરાય ચકાસણી બાદ ૪૪ માન્ય અમાન્ય ૨૪ ,હારીજ તાલુકા ની  ૧૬ બેઠકો પર ૪૭  ફોર્મ ભરાય છે ૩૬ ૧૧ અમાન્ય ચકાસણી બાદ ,ચાણસ્મા તાલુકા પંચાયત ની ૧૮ ફોર્મ ભર્યા છે ચકાસણી બાદ ૪૪ ,શંખેશ્વર તાલુકા પંચાયત ની ૧૬ બેઠકો  ઉપર ૪૧ ફ્રોમ ભરાય હતા  ૩૭ માન્ય અને ચકાસણી બાદ ૪ અમાન્ય , સરસ્વતી તાલુકા પંચાયતની ૧૪ બેઠકમાં ૧૦૮ ફોર્મ ભરાય છે.

અને ચકાસણી બાદ ૧૦૨ માન્ય ,બીજી બાજુ પાટણ નગરપાલિકાની ૧૧ વોર્ડ ની ૪૪ બેઠકો  ઉપર ૧૮૨ ફોર્મ ભર્યા હતા ચકાસણી બાદ ૧૫૫ રહ્યા છે જ્યારે સિદ્ધપુર  નગરપાલિકાની ૯ વોર્ડની ૩૬  બેઠકો પર ૧૫૭ ફોર્મ ભરાયા હતા અને ચકાસણી બાદ હારીજ નગરપાલિકા વોર્ડ નંબર એકની પેટા ચૂંટણીમાં કુલ ચાર ફોર્મ ભરાય છે ચકાસણી બાદ માન્ય ફ્રોમ ની સંખ્યા ત્રણ છે આમ મોડી સાંજ સુધી કશું કામ ચાલુ હતું આજે ફોર્મ ચકાસણી બાદ ભાજપ કોંગ્રેસ અને આપ ઉમેદવારો મેદાનમાં છે જે ફોર્મ થાય છે તેમ જ ઉમેદવાર સક્ષમ અધિકારી હોય અથવા હવે આ ઉપરાંત અનેક કામો થતા હોય છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LWE5f7

0 Response to "પાટણ નગરપાલિકામાં પાંચ ફોર્મ પરત ખેચાયા, 150 ઉમેદવારો મેદાનમાં"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel