મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતની ચુંટણીમાં 505 ઉમેદવારો મેદાનમાં

મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતની ચુંટણીમાં 505 ઉમેદવારો મેદાનમાં

મહેસાણા,તા.16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

મહેસાણા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પ્રક્રિયામાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ બન્યું છે. મોટાભાગની બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચુંટણી જંગ જોવા મળશે. પરંતુ આ વખતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ૨૫૮ પૈકી ૭૪ બેઠકો પર આમઆદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો મુક્યા હોવાથી અહીં ત્રિ-પાંખીયો ચુંટણી થવાની સંભાવના જણાય છે.

મહેસાણા જિલ્લા પંચાયતની કુલ ૪૨ બેઠકો પૈકી મહેસાણા તાલુકામાં સમાવિષ્ટ ૮ બેઠકો પર સૌથી વધુ ૨૪ ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે સૌથી ઓછા સતલાસણા તાલુકાની બે બેઠકો પર માત્ર પાંચ ઉમેદવારો ઉપરાંત કડીની ૭ બેઠકો પર ૧૪, બેચરાજીની ૩ બેઠકોમાં ૮, વિસનગરની પાંચ બેઠકોમાં ૧૨, વિજાપુરની ૬ બેઠકોમાં ૧૪, ખેરાલુની ત્રણ બેઠકોમાં ૯, વડનગરની ત્રણ બેઠકોમા ં૯, ઊંઝાની ત્રણ બેઠકોમાં ૬ અને જોટાણા તાલુકામાં સમાવિષ્ટ બે બેઠકો પર ૬ ઉમેદવારો રહ્યા છે. જેમાં ભાજપના ૪૧, કોંગ્રેસના ૪૦ અને આપના ૧૮ મળી કુલ ૧૦૭ ઉમેદવારોનો સમાવેશ થાય છે. વળી, મહેસાણા જિલ્લામાં આવેલ ૧૦ તાલુકા પંચાયતોની પક્ષવાર ઉમેદવારોની સ્થિતી ઉપર દ્રષ્ટિવાત કરીએ તો, મહેસાણા તાલુકા પંચાયતની ૩૨ બેઠકો પર ૮૩ ઉમેદવારો, કડી તા.પં.ની ૩૦ બેઠકોમાં ૬૨ ઉમેદવારો, વિજાપુર તાલુકા પંચાયતની ૨૮ બેઠકોમાં ૬૧, વિસનગર તા.પં.ની ૨૪ બેઠકોમાં ૫૬, વડનગર તા.પં.ની ૧૮ બેઠકોમાં ૪૬, ખેરાલુ તા.પં.ની ૧૮ બેઠકોમાં ૩૯, સતલાસણાની ૧૬ બેઠકો માટે ૪૪, ઊંઝા તાલુકા પંચાયતની ૧૮બેઠકોમાં ૩૯, બેચરાજીની ૧૬ બેઠકો પર ૩૨ અને જોટાણા પંચાયતની ૧૬ બેઠકો ઉપર ૪૩ ઉમેદવારો ચુંટણીના મેદાનમાં રહ્યા છે. જે પૈકી કડીની બે બેઠકો, વિજાપુરની એક, વિસનગરની બે, ખેરાલુની એક અને બેચરાજી તાલુકા પંચાયતમાં ત્રણ મળીને ૯ બેઠકો બિનહરીફ થઈ છે. મહેસાણા જિલ્લામાં આવેલી ૧૦ તાલુકા પંચાયતોની કુલ ૨૧૬ બેઠકો ઉપર હવે ભાજપના ૨૦૬, કોંગ્રેસના ૨૦૩ અને આમ આદમી પાર્ટીના ૫૬ ઉમેદવારો ચુંટણીના મેદાનમાં રહ્યા છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NvWYGn

0 Response to "મહેસાણા જિલ્લાની 10 તાલુકા પંચાયતની ચુંટણીમાં 505 ઉમેદવારો મેદાનમાં"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel