પાલનપુર: વોર્ડ નં-6માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચ્યું

પાલનપુર: વોર્ડ નં-6માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચ્યું

પાલનપુર,તા.16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને કોંગ્રેસના જિલ્લા મહામંત્રીએ પોતાના હોદ્દા પર થી રાજીનામુ આપ્યા બાદ લઈ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની પ્રક્રિયામાં કોંગ્રેસના એક મહિલા ઉમેદવારે પોતાની ઉમેદવારી પછી ખેંચી લેતા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે જોકે પાલીકાની ૪૪ બેઠકો પર ભાજપ,કોંગ્રેસ, આપ અને અપક્ષ મળી ને કુલ૧૫૦ ઉમેદવારી પત્રો ભરાયા હતા જેમાં ઉમેદવારી પરત ખેંચવાની પ્રકિયામાં ૮ ઉમેદવારોએ પોતાના ફોમ પરત ખેંચતા ૧૪૨ ઉમેદવારો મેદાનમાં રહેતા ચૂંટણી ચિત્ર કલીન બન્યું છે.

પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને એક બાદ એક ઝટકાનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં કોંગ્રેસ માં ટિકિટની વહેંચણીમાં આંતરિક જુથબંધી ને લઈ કાર્યકરોમાં ગજગ્રાહ છવાયો હતો જેમાં જિલ્લા મહામંત્રી મુકેશ ચૌહાણ ની પત્નીને ટીકીટ ન મળતા તેમને પોતાના હોદ્દા પર થી રાજીનામુ આપ્યું હતું જ્યારે વોર્ડ નંબર ૧૧માં ગત ટર્મના મહીલા ઉમેદવાર ની ટિકિટ કાપવામાં આવતા તેમને આપ માં ઉમેદવારી નોંધાવી છે અને વોર્ડ નંબર ૪ માં સતત સાત ટર્મ થી જીતનારા ઇબ્રાહિમ મલેક ની પણ ટિકિટ કાપવામાં આવતા કોંગ્રેસ કાર્યકરોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાઈ છે જે વચ્ચે કોંગ્રેસના એક મહિલા ઉમેદવારે પોતાનું ફોમ પાછું ખેંચી લેતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે નગરપાલિકાની ના ૧૧ વોર્ડની ૪૪ બેઠકની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ આમઆદમી પાર્ટી અને અપક્ષ મળીને કુલ ૨૧૯ ઉમેદવારી પત્રો રજૂ થયા હતા જેમાં ફોમ ચકાસણીમાં ૬૯ ઉમેદવારી પત્ર અમાન્ય અને ૧૫૦ ફોમ માન્ય ઠર્યા હતા જે બાદ મંગળવારે ઉમેદવારી પરત ખેંચવાની પ્રકિયા હાથ ધરાઈ હતી.

જેમાં કોંગ્રેસ માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવા ઘાટ ઘડાયો છે જેમાં વોર્ડ નંબર ૬ માં કોંગ્રેસ દ્રારા જાહેર કરાયેલા મહિલા ઉમેદવાર શકુંતલાબેન કનુભાઈ રાવલે પોતાની ઉમેદવારી પરત ખચી હતી જેને લઈ વોર્ડ નંબર ૬ માં કોંગ્રેસની પેનલ તૂટતા કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો હતો જેને લઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્રારા તાત્કાલિક ધોરણે ઉમેદવારી પરત ખેંચનાર શકુંતલાબેન રાવલને પક્ષ માથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જોકે કુલ૧૫૦ ઉમેદવારો માંથી કોંગ્રેસના ૧,આપના ૨ અને ૫ અપક્ષ મળી ને ફૂલ થી ૮ ઉમેદવારો એ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે જેમાં હાલ ભાજપના ૪૪,કોંગ્રેસમાં ૪૩.અપક્ષ ૩૧ અને આપના૨૫ મળીને કુલ ૧૪૨ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે.

ફાર્મપરત ખેંચનાર ઉમેદવારો

૧. શકુંતલાબેન કનુભાઈ રાવલ(કોંગ્રેસ) વોર્ડ નંબર ૬

૨. મમતાબેન બિપિનભાઈ ગુપ્તા (અપક્ષ) વોર્ડ નં ૨

૩. અંજુબેન રાજુભાઇ કુવારીયા (અપક્ષ) વોર્ડ નં ૩

૪. પ્યારેમહમદ નજીરમહંમદ શેખ (અપક્ષ) વોર્ડ નં ૪

૫. પ્રકાશકુમાર અમૃતલાલ દવે

(અપક્ષ) વોર્ડ નં ૭

૬. કૈલાશ પ્રવિણભાઈ પટેલ

(અપક્ષ) વોર્ડ નં ૯

૭. કોકિલાબેન રમેશભાઈ પંચાલ (આપ) વોર્ડ નં ૯

૮. પ્રવીણભાઈ નરોત્તમદાસ રાઠોડ(આપ) વોર્ડ નં ૧૦



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3k2gy9d

0 Response to "પાલનપુર: વોર્ડ નં-6માં કોંગ્રેસના મહિલા ઉમેદવાર ફોર્મ પરત ખેંચ્યું"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel