કડી નગરપાલિકાની 36 માંથી 26 બેઠકો પર ભાજપના ઉમેદવાર બીનહરીફ

કડી નગરપાલિકાની 36 માંથી 26 બેઠકો પર ભાજપના ઉમેદવાર બીનહરીફ

મહેસાણા તા.16 ફેબ્રુઆરી 2021, મંગળવાર

ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખે મહેસાણા જિલ્લામાં કોંગ્રેસ પક્ષને ફજેતીનો સામનો કબવો પડયો છે. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલના હોમટાઉન ગણાતા કડીની નગરપાલિકામાં ૩૬ પૈકી ૨૬ બેઠકો પર ભાજપના ઉમેદવારી બિનહરીફ થતાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. નોંધપાત્ર છે કે છેલ્લા ૩૫વર્ષથી કડી નગરપાલીકામાં ભાજપનું શાસન કાર્યરત છે. સર્જાયેલી રાજકિય પરિસ્થિતી પાછળ સ્થાનિક કોંગ્રેસ અને ભાજપના આગેવાનોનું સેટીંગ અને પૈસાની બોલબાલા હોવાનું ચર્ચાઇ રહયું છે. 

કડી નગરપાલિકાની ચુંટણી આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. કુલ ૯વોર્ડની ૩૬ બેઠકો માટે કોંગ્રેસ અને ભાજપે પોતાની પેનલો બનાવી ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ ફોર્મ ચકાસણી વખતે કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મ ટેકનીકલ કારણો સર રદ કરવામાં આવ્યા હતા. જ્યારે મંગળવારે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત કેટલાક આગેવાનોની કહેવાતી મિલીભગતને કારણે જીતી શકે તેવા વોર્ડમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મ પરત ખેંચવામાં આવતાં હોબાળો થયો છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર કડી નગરપાલિકાના પાંચ વોર્ડમાં ભાજપ સિવાય અન્ય કોઇના ઉમેદવારી ફોર્મ નહીં રહેતા ૨૦ બેઠકો બિનહરીફ ભાજપને ફાળે આવી છે. જ્યારે અન્ય વોર્ડમાં ભાજપની ૬ બેઠકો બિનહરીફ થઇ છે. આમ ચુંટણી પહેલાં જ કડી નગરપાલિકામાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળવાના સંકેતો પ્રાપ્ત થતાં ફરીવાર પાલીકામાં ભગવો લહેરાયો છે. 

નિષ્ણાતો સમક્ષ કોંગ્રેસના ઉમેદવારોના ઉમેદવારી ફોર્મ ભરાયા હોવા છતાં ટેકનીકલ ક્ષતીઓ રહેતા કેટલાક ફોર્મ રદ થયા

નિતીન પટેલે બિનહરીફ થયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા

કડી નગરપાલિકામાં ૩૬ પૈકી ૨૬ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. ઉપરાંત મહેસાણા જિલ્લા પંચાયતની નંદાસણ બેઠક અને કડી તાલુકા પંચાયતની કુંડાળ અને કલ્યાણપુરા બેઠક પણ બિનહરીફ થતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે ભાજપના બિનહરીફ થયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. 

વિધાનસભાની ચુંટણી માટે રાજકિય ખેલ ખેલાયાની ચર્ચા

કડી નગરપાલિકાની સત્તા ભાજપના ખોળે છરી દેવા પાછળ કોંગ્રેસના કેટલાક આગેવાનોએ આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષી રાજકીય ખેલ પાડયો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. આ બેઠક એસસી ઉમેદવાર માટે અનામત હોવાથી કડીના પૂર્વ કોંગી ધારાસભ્ય રમેશ ચાવડાનું ટિકીટમાંથી પતું કપાય તેની રણનિતીના ભાગરૂપે વર્ષોથી પક્ષ ઉપર પકડ રાખનારા કોંગ્રેસના કેટલાક આગેવાનોએ ભાજપ સાથે સેટીંગ પાર પાડયું હોવાનું કહેવાય છે. 

કોંગ્રેસના ગઢ સમાન વોર્ડમાં પણ ઉમેદવારનો ખાલીપો

કડી નગરપાલિકામાં સમાવિષ્ટ કોંગ્રેસના ગઢ સમાન વોર્ડ નંબર બે અને પાંચમાં પણ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને સાચવવામાં નિષ્ફળ રહી હતી. મુસ્લિમ મતદારોના બહુમતી વાળા આ વિસ્તારોમાં પણ રાજકિય સેટીંગનો ભોગ લોકો બન્યા છે. અને અહીં કોંગ્રેસના ઉમેદવારોનો ખાલીયો જોવા મળી રહ્યો છે.



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jWRgJr

0 Response to "કડી નગરપાલિકાની 36 માંથી 26 બેઠકો પર ભાજપના ઉમેદવાર બીનહરીફ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel