હવે ભુજ-ગાંધીધામ રેલવે સ્ટેશને અને ટ્રેનમાં ટિકિટ નહીં હોય તો ઈ-પેનલ્ટી
ભુજ, સોમવાર
ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિજન દ્વારા ટિકિટ ચેકીંગ સ્ટાફને ૨૦૦ જેટલા પીઓએસ મશીન અપાયા છે. જેાથી હવે મુસાફરોને ટ્રેન અને પ્લેટફોર્મ પર રોકડ વ્યવહારાથી છુટકારો મળશે. પ્રવાસીઓ ક્રેડિટ, ડેબિડ કાર્ડ ઉપરાંત કયુઆર કોડ સ્કેન કરીને સરળતાથી પેમેન્ટ કરી શકશે. વધુ વિગતો મુજબ પ્રાથમ તબક્કામાં અમદાવાદ વિભાગના ટિકિટ ચેકિંગ સ્ટાફને ૨૦૦ પીઓએસ મશીન આપવામાં આવ્યા છે અને હવેના સમયમાં ભુજ અને ગાંધીધામ સ્ટેશનના સ્ટાફને પીઓએસ મશીન ફાળવવામાં આવશે.
આ પીઓએસ મશીનાથી હવે ટ્રેનમાં ટિકીટ વગર પકડાયેલા અને ઓછી ટિકિટ લેનારા લોકો પાસેાથી ઓનલાઈન પેમેન્ટ દ્વારા દંડ વસુલી શકાશે. તેમજ પ્લેટફોર્મ પર પણ લોકોની સવલત માટે હવે પીઓએસ મશીન ટિકિટ ચેકીંગ સ્ટાફ જોવા મળશે. આમ ડિજિટલ પગલાથી મુસાફરો ટ્રેનોમાં અને પ્લેટફોર્મ પર રોકડ વ્યવહારાથી મુક્તી મળશે. પ્રવાસીઓ રોકડની સાથે આ ડિજિટલ સુવિાધાનો લાભ લઈ શકશે.
આ અંગે રેલવે પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે હવેના ટુંક સમયમાં સરહદી જિલ્લા કચ્છના રેલતંત્રના સ્ટાફને આ મશીન ફાળવી દેવામાં આવશે. મુસાફરો તેમજ ટિકિટ વયર મુસાફરી કરતા લોકો રોકડના બદલે ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. કાર્ડ હોય તો સ્વાઈપ કરાવી શકશે તાથા ગુગલ પે, ફોન પે, પેટીએમ દ્વારા પેમેન્ટ કરી શકાશે.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dGZxAf
0 Response to "હવે ભુજ-ગાંધીધામ રેલવે સ્ટેશને અને ટ્રેનમાં ટિકિટ નહીં હોય તો ઈ-પેનલ્ટી"
Post a Comment