કોરોના સંક્રમણના ભયથી કચ્છમાં મતદાન ઓછું થવાની ભીતિ : રાજકીય પક્ષોમાં ચિંતા
ભુજ, સોમવાર
સૃથાનિક સ્વરાજ્યની ચુંટણીઓ તા.૨૮મીના થનાર છે ત્યારે કોરોનાની અસર મતદાન પર પણ પડે તેવી વકી છે. મ્યુનિ.કોપોરેર્શનની ચુંટણીમાં અમદાવાદ, વડોદરા, જામનગર જેવા શહેરમાં ઓછું મતદાન નોંધાયું છે ત્યારે કચ્છમાં પણ ફરી કોરોના સંક્રમણના ભયે લોકો ઘર બહાર ઓછા નીકળે તેવી આશંકા છે. કચ્છ જીલ્લો આમ તો વિશાળ છે પરંતુ મતદાન સમયે ખાસ અસર પાંચ પાલિકાના મતદાન પર પડે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. શહેરોમાં ભરચક વિસ્તારોમાં બુાથ પર લાંબી કતારોમાં ઉભવાનું શિક્ષિતો પસંદ ન કરે તે શક્ય છે. ખાસ કરીને આ વખતના મતદાનમાં સીનીયર સીટીઝનો મતદાનાથી વધુ અળગા રહેવાનો નિર્ણય કરે તો નવાઈ નહીં રહે. કોરોનાની અસર મોટી ઉંમરના વ્યક્તિઓમાં સૌથી વધુ ઘાતક પુરવાર થતી હોવાથી ભુજ, ગાંધીધામ, અંજાર, માંડવી અને મુંદરા સુાધરાઈના વોટીંગ પર તેની અસર જણાઈ શકે છે. જ્યારે ગ્રામ્યકક્ષાએ છુટાછવાયા બુાથ અને પાંખી વસતીના કારણે લોકો ભય વગર મતદાન કરવા નીકળી શકે છે. મોટાભાગે મધ્યમવર્ગ, ઉચ્ચ મધ્યમવર્ગ અને એલિટ કલાસ ભાજપનો કોર વોટર ગણાય છે ત્યારે કોરોનાના ભય વચ્ચે તેઓને મતદાન બુાથ સુાધી લાવવા ભાજપના કાર્યકરોએ વધુ માથામણ કરવી પડશે. જ્યારે બીજીતરફ શહેરોમાં સ્લમ વિસ્તારના લોકોને મતદાન કરવા માટે કોંગ્રેસ બહાર લાવવા મહેનત કરવી પડશે. જો મતદાન ઘટયું તો જિલ્લા, તાલુકા અને પાલિકા ક્ષેત્રે અનેક બેઠક પર નવું ચિત્ર ઉભું થઈ શકે છે. રસીકસી ભરી બેઠક પર ઓછા મતદાન થકી અનેક નવા -જુના ચહેરાઓને ઘરભેગા થવાની વારી આવી શકે છે.
ભુજમાં બીજા રાઉન્ડની ચૂંટણીની તાલીમ અપાઈ
કચ્છ જિલ્લામાં વહીવટીતંત્રમાં ચૂંટણી પ્રક્રિયાનો ધમાધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લામાથક ભુજ ખાતે સ્ટાફને બીજા રાઉન્ડમાં તાલીમ આપવામાં આવી હતી. આમ તાલીમ પ્રક્રિયા પુર્ણ થઈ જતા અિધકારી અને કર્મચારીઓને ફરજની સોંપણી કરવામાં આવશે.
આ અંગેની વધુ વિગતો મુજબ આગામી ૨૮ ફેબુ્રઆરીએ કચ્છમાં યોજાનાર સૃથાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૧૧૩૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. મતદાનના દિવસે શાંતિપુર્ણ માહોલમાં ચૂંટણી યોજાય એ માટે તંત્રના અિધકારી-કર્મચારીઓ અત્યારાથી જ મહેનત કરવા લાગી ગયા છે. ત્યારે ભુજના ચૂંટણી દરમિયાન ફરજ બજાવનાર સ્ટાફને બીજા રાઉન્ડની તાલીમ ભુજ ખાતે આપવામાં આવી હતી. આ અંગે વધુ વિગતો મુજબ ગત ૧૮ ફેબુ્રઆરીના મહિલા પોલીંગ ઓફીસરને તાલીમ આપવામાં આવી હતી. બાદમાં પ્રિસાઈડીંગ-પોલીંગ ઓફિસરને તાલીમ આપવામાં આવી હતી તાથા અંતમાં બીજા રાઉન્ડમાં પોલીંગ સ્ટાફને ચૂંટણી પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપી સમગ્ર કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા.
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pHNrcn
0 Response to "કોરોના સંક્રમણના ભયથી કચ્છમાં મતદાન ઓછું થવાની ભીતિ : રાજકીય પક્ષોમાં ચિંતા"
Post a Comment