મતદારોને ઈ-સ્લિપનું વિતરણ: છેલ્લી ઘડી સુધી પાર્ટીઓનો ડિજિટલ પ્રચાર

મતદારોને ઈ-સ્લિપનું વિતરણ: છેલ્લી ઘડી સુધી પાર્ટીઓનો ડિજિટલ પ્રચાર


જેના પર ક્લિક કરતા દરેક પરિવારના મતદારોને મતદાનની વિગત મળી જાય છે

અમદાવાદ, તા. 20 ફેબ્રૂઆરી, 2021, શનિવાર

ગુજરાતમાં મહાનગર પાલિકાઓની ચૂંટણી સાથે આવતીકાલે 21મી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શરૂ થનાર છે ત્યારે આ વખતની કોર્પોરેશન ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા હાઈટેક હથિયાર રૂપે ઈ-સ્લીપનું વિતરણ કરવામા આવ્યુ હતું. જ્યારે  પક્ષો દ્વારા છેલ્લી ઘડી સુધી ડિજિટલ પ્રચાર કરવામા આવ્યો હતો.

લોકસભા કે વિધાનસભા કે કોર્પોરેશનોની ચૂંટણીમાં મતદાન પહેલા મતદારોને રાજકીય પક્ષો દ્વારા પોતાના પ્રચારના ભાગરૂપે મતદાર સ્લીપો ઘરે ઘરે સુધી પહોંચાડવામા આવતી હોય છે.આ વખતની કોર્પોરેશનની ચૂંટણીમાં પોલીટિકલ પાર્ટીઓ હાઈટેક બની હોઈ ઓનલાઈન સ્લીપનું વિતરણ કરવામા આવ્યુ હતું.

મતદારોના ફોન નંબર સાથેનો ડેટા મેળવી મતદારોના ફોન નંબર પર મેસેજ કરીને લિંક મોકલવામા આવી હતી અને જેના પર ક્લિક કરતા મતદારોને તેમના પરિવારજનોના નામ, નંબર અને મતદાન મથક સાથેની તમામ વિગતો સહિતની માહિતી મળી જાય છે. ઘરની નજીક ક્યાં મતદાન મથક છે, કયો વિભાગ અને ભાગ નંબર છે તે સહિતની વિગતો સાથેની ઈ-વોટિંગ સ્લીપ છેલ્લી ઘડીએ મતદારો સુધી પહોંચાડવામા આવી હતી.

આ વખતની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા કોરોના સહિતના કારણોને ધ્યાનમાં રાખી થોડો હાઈટેક પ્રચાર કરવામા આવ્યો છે.લોકોના ઘરે ઘરે જઈને કાગળની મતદાન સ્લીપો ન આપવી પડે તે માટે ઓનલાઈન સ્લીપ મોકલી દેવામા આવી હતી. બીજી બાજુ આજે મતદાનના આગલા દિવસે છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવા રાજકીય પક્ષોમાં તડામાર તૈયારીઓ દેખાઈ હતી.

છેલ્લી ઘડી સુધી પક્ષો દ્વારા ડિજિટલ પ્રચાર કરવાા આવ્યો હતો.જેના ભાગ રૃપે રાજકીય પક્ષો દ્વારા જે તે વોર્ડમાં મતદારોને તેમના મોબાઈલ નંબર પર મેસેજ કરીને વોર્ડમાં જે ઉમેદવારોની પેનલ છે તેના નામ મોકલવામા આવ્યા હતા અને પોતાની પાર્ટીના ઉમેદવારોને વીજયી બનાવવા માટે અપીલ કરવામા આવી હતી. 



from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dyEK1Y

0 Response to "મતદારોને ઈ-સ્લિપનું વિતરણ: છેલ્લી ઘડી સુધી પાર્ટીઓનો ડિજિટલ પ્રચાર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel